Thursday, March 31, 2011

Gujarat State News - તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન

સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવી શકાશે.

રાજયના તમામ ક્ષેત્રનેકોમ્પ્યૂટર કનેકિટવિટીથીજોડવાના અભિગમ અંતર્ગતરાજયની તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનુંકોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યુંછે.

તાજેતરમાં ૧, ફેબ્રુઆરી ૨૦૧૧થી તાપી જિલ્લા તિજોરી કચેરી શરૂ કરવામાં આવી છે તેને પણ કોમ્પ્યૂટરાઇઝેશનથી સજજ કરવામાં આવી છે. જિલ્લા તિજોરી કચેરીના કોમ્પ્યૂટરાઇઝેશન અંગે ગાહમાં ડાંગ-વાંસદાના ધારાસભ્ય વિજય પટેલે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા નાણાપ્રધાન વજુભાઇ વાળાએ કહ્યું હતું કે,

ઈ-ધારા અંતર્ગત રાજયની તમામ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવતા નાણાપ્રધાને કહ્યું કે કોમ્પ્યૂટરાઇઝેશનથી રાજયની નાણાકીય સ્થિતિની પ્રત્યેક સમયની જાણકારી,
નાણાકીય હિસાબોની અસરકારક નિભાવણી, રાજયના ભંડોળની અસરકારક વ્યવસ્થા તથા સુયોગ્ય નાણાકીય શિસ્ત, ઓનલાઇન ગ્રાન્ટ ફાળવણી તેમજ ખર્ચનું મોનિટરગ થઇ શકે છે.

આ ઊપરાંત સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવવાની વ્યવસ્થા કરી શકાશે તેવું નાણાપ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું.

No comments:

Post a Comment