Tuesday, March 29, 2011

Gujarat Summer Time - આઇસ્ક્રીમના ભાવ વધતાં

દૂધના ભાવમાં ૧૫ ટકા, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં આઇસ્ક્રીમના ભાવ વધારો કરાયા માઘવારીએ માઝા મૂકી છે ત્યાં હવે ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રીમના ભાવમાં પણ ૫ થી ૧૨ ટકાનો વધારો થશે

જેથી હવે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા આઇસ્ક્રીમ ખાવામાં લોકોએ વિચાર કરવો પડશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિવિધ કંપનીઓએ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૧૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચામાલના ભાવમાં વધારો અને વધારાની એકસાઇઝ ડ્યૂટીના બોજાને કારણે કંપનીઓ ભાવ વધારી રહી છે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમૂલ કે જે આઇસ્ક્રીમના બજારમાં ૪૦ ટકા હિસ્સેદારી ધરાવે છે તેણે મોટા પેકના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે.

વાડીલાલ ગ્રૂપ બીજી વખત એપ્રિલમાં ભાવ વધારો ચાલુ મહિનાએ ૭.૫ ટકાનો વધારો કર્યો છે.અમદાવાદ સ્થિત હેવમોર આઇસ્ક્રીમ પણ એપ્રિલની આસપાસ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો કરશે.

આ સંદર્ભે અમૂલના એમ.ડી. સોઢીના જણાવ્યા પ્રમાણે અમે છેલ્લાં ૧૦ દિવસમાં આઇસ્ક્રીમની કેટલીક ફેવરમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે. કાચો માલ ૧૫ થી ૨૦ ટકા માઘા બનતા અમારે ભાવ વધારો કરવો પડ્યો છે. દૂધના ભાવમાં ૨૦નો અને ખાંડના ભાવમાં પણ તોતગ વધારો થતા વધારાનો બોજો પડ્યો છે.

જયારે હેવમોર આઇસ્ક્રીમના એમ.ડી. પ્રદીપ ચોનાના જણાવ્યા પ્રમાણે બજેટમાં આઇસ્ક્રીમને એકસાઇઝ ડ્યૂટીની જાળમાં લેવામાં આવ્યા છે. ૧ ટકાની ડ્યૂટી લાગશે.

તેનાથી બે કરોડનો બોજો પડશે. તેથઇ અમારે ભાવ વધારાની ફરજ પડશે. એપ્રિલમાં અમે ૫ થી ૭ ટકાનો ભાવ વધારો કરશું.

તો વાડીલાલના એમ.ડી. રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ૭.૫ ટકાનો વધારો કરી દીધો છે. આવતા મહિને ફરી પ ટકાનો ભાવ વધારો કરવામાં આવશે. દૂધના ભાવમાં ૧૫ ટકાનો, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં અમારે આઇસ્ક્રીમના ભાવ વધારવાની ફરજ પડી છે.

No comments:

Post a Comment