Tuesday, March 29, 2011

Ahmedabad District News - વનમહોત્સવમાં રૂ. ૧૪૨ લાખના રોપાનું વાવેતર થય

જિલ્લામાં કુલ ૧૬૭ વનમહોત્સવ થયા તેમાં કુલ ૩૮૫૪૩ રોપાનું વાવેતર કરાયું. અમદાવાદ જિલ્લામાં વર્ષ
૨૦૧૦-૧૧માં યોજવામાં આવેલા કુલ ૧૬૭ વન મહોત્સવમાં ૩૮૫૪૩ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.


તેવી જ રીતે હરિયાળું અમદાવાદ ઝુંબેશ દરમિયાન શહેર અને ઔડા વિસ્તારમાં ૮.૫૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

તે ઊપરાંત વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં જુદી જુદી સંસ્થા તેમજ વ્યકિતઓએ રોપા ઊછેર માટે ૪૫.૩૦ લાખ રોપાનું વિતરણ કર્યું છે. તેની પાછળ કુલ રૂ. ૧૪૨.૨૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જયારે અમદાવાદ જિલ્લામાં સામાજિક વનિકરણમાં ૧૨,૨૨,૩૩૮ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં રોપાનું વાવેતર કરવા અંગે માંડલના ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ તથા બાવળાના ધારાસભ્ય કાંતિલાલ લકુમે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઊત્તર આપતા વન પ્રધાન મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૧૬૭ વન મહોત્સવમાં ૩૮૫૪૩ રોપાઓનું તથા હરિયાળું અમદાવાદ ઝુંબેશ દરમિયાન ૮.૫૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રોપાના વાવેતર પાછળ કુલ રૂ. ૧૪૨.૨૪ લાખનો ખર્ચ થવા પામ્યો હતો.જયારે સામાજિક વનિકરણ યોજનામાં અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૨૦૪.૩૧ હેકટર જમીનમાં ૧૨,૨૨,૩૩૮ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેવી માહિતી વનપ્રધાને આપી હતી.

No comments:

Post a Comment