Thursday, May 3, 2012

ફિક્સપગાર કર્મીઓનું વેતન ૧૦૦૦થી ૪૦૦૦ વધી જશે


વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો સહિત નાના કર્મચારીઓની કદર.

રાજય સરકારમાં ફીક્સ માસિક પગારથી સેવારત એક લાખથી અધિક કર્મચારીઓનેફીક્સ વેતનમાં વધારો

આપવાનો સ્તુત્ય નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતની દશ વર્ષની કર્મયોગી બનીને જનસેવામાં જોડાયેલા આ એક લાખ જેટલા અદના કર્મચારીઓના ફીક્સ માસિક પગારની ચાર કેટેગરીઓમ ાં રૂપિયા ૮૦૦ થી લઇને રૂપિયા ૪૪૦૦ જેટલો માસિક ફીક્સ પગાર વધારો અપાશે એમ તેમણે જણાવ્યું હતું.

રાજય સરકારમાં ફીક્સ પગાર મેળવતા આવા એક લાખથી વધારે કર્મયોગીઓમાં  મુખ્યત્વે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સંકલ્પ બદ્ધ વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, વહીવટી સહાયકો, કારકુન,

વનપાલ સહાયકો, રેવન્યુ તલાટી જેવા મહિને રૂપિયા ૪૫૦૦નું ફીક્સ વેતન મેળવતા કર્મચારીઓ ફરજ બજાવે છે.

તેમના પગારમાં રૂપિયા ૮૦૦નો વધારો કરીને રૂપિયા ૫૩૦૦ ફીક્સ વેતન નક્કી કરવામાં આવ્યું છે. જયારે હાલમાં શિક્ષણ સહાયકો જેવા માધ્યમિક શિક્ષણના સેવાકર્મીઓ રૂપિયા ૫૦૦૦નું ફીક્સ વેતન મહિને મેળવે છે તેમને હવે રૂપિયા ૯૪૦૦નો ફીક્સ પગાર એટલે કે માસિક રૂપિયા ૪૪૦૦નો વધારો મળશે. હાલ માસિક રૂપિયા ૬૦૦૦નો ફીક્સ પગાર મેળવતા ઉચ્ચ શિક્ષક સહાયકો, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો જેવા કર્મયોગીઓને માસિક રૂપિયા ૪૦૦૦નો વધારો આપીને રૂપિયા ૧૦,૦૦૦નો નવો ફિક્સ પગાર મળવાપાત્ર

થશે. સેવકો, સાથી સહાયકો, વનરક્ષક સહાયકો જેવા રૂપિયા ૩૫૦૦નો માસિક ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓને દર મહિને રૂપિયા ૧૦૦૦નો વધારો મળશે જેથી તેમનો માસિક ફીક્સ પગાર વધીને

૪૫૦૦ થઇ જશે. જનસેવાને વરેલી સરકારના શાસનકાળના દશ વર્ષ પૂરા થઇ રહ્યા છે અને આજે ૧૧મા વર્ષમાં પ્રવેશી છે તે ગૌરવભર્યા અવસરે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ખૂબ મોટી ભેટ ફીક્સ પગાર મેળવતા એક લાખ જેટલા અદના કર્મચારીઓના હજારો પરિવારોના ઉમંગ ઉત્સાહને વધારશે એવી આશા અને સેવાનિષ્ઠાની કદરરૂપે જાહેર કરી છે.

No comments:

Post a Comment