Monday, May 14, 2012

તા.૧૮થી ૨૫મીએ સરકારી કાર્યક્રમોમાં એસટી બસો બુક થતાં મુસાફરો નોમરો

એસટી બસ ઊપલબ્ધ નહિ હોવાથી ચતા હાલમાં દસ-બાર ધોરણની પરીક્ષા પૂર્ણ થઇ છે. તો વળી
પ્રાથમિક - માધ્યમિકની પરીક્ષા પણ પૂર્ણ થવાના આરે છે. એક તરફ વેકેશન અને લગ્ન ગાળો પણ શરૂ  થશે.

આવા સમયે જ એસટીની આવકમાં પણ નાધપાત્ર વધારો થશે. ત્યારે જ સરકારી કાર્યક્રમો પણ શરૂઆત એસટીના સત્તાધીશોની ચતામાં વધારો થવા લાગ્યો છે. આવા સમયે મુસાફરો માટે રૂટીન સંચાલન પણ ખોરવાઇ જાય છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા એસટીના સત્તાધીશો શું કરશે તેની ચતા તેઓને સતાવા લાગી છે.

આ દિવસો દરમ્યાન સરકારી કાર્યક્રમમાં રાજયની ૬૦૦ એસટી બસો રોકવામાં આવી છે. જેના કારણે ૧૦ હજાર રૂટો રદ થશ.

રાજયભરમાં ચાલુ માસ દરમિયાન અસંખ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર અનેક સ્થળોએ સરકારી યોજનાઓની સફળતા અનુસંધાનોના કાર્યક્રમો મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓની ઊપસ્થિતિમાં
યોજાનારા છે. ત્યારે આ કાર્યક્રમો માટે એસટીની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવી છે જેના કારણે ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન રાજયના મુસાફરોને એસટીમાં મુસાફરી કરવાનું ટાળવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવું બની શકે. આગામી ૧૮મી એપ્રિલે મોરબી ખાતે સરકારી કાર્યક્રમો યોજાશે. જેમાં રાજયના વિવિધ ડિવિઝનોની કુલ મળીને ૬૦૦ એસટી બસો રોકી લેવામાં આવશે. જેના કારણે એસટી નિગમના કુલ ૩૦૦૦ જેટલા રૂટોના છૂટકે રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે. તો બીજી બાજુ ૨૧મી એપ્રિલે લબડી ખાતે મુખ્યમંત્રીની હાજરી ભવ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ૬૦૦ જેટલી બસો રોકાી જશે. જેથી તેમાં  પણ ૩૦૦૦ જેટલા રૂટો કેન્સલ થશે. જયારે ૨૫મી તારીખે રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન છે. જેમાં સાત જિલ્લામાંથી અંદાજે એકાદ હજાર જેટલી એસટી બસો રોકાઇ જશે. ત્રણ કાર્યક્રમો દરમ્યાન
૨૨૦૦ જેટલી એસટી બસો રોકાઇ જશે જેના કારણે એસટીના લગભગ ૧૦ હજાર જેટલા રૂટો રદ કરવા પડશે. જેના કારણે ૧૮ થી ૨૧ અને ૨૫ દરમિયાન લાખો મુસાફરોને બસ સ્ટેશનોમાં રઝળવાનો વારો આવશે.

No comments:

Post a Comment