Saturday, May 5, 2012

પશ્ચિમમાં રગરોડને જોડતા તમામ માર્ગો બિસ્માર છતાં તંત્ર બેપરવાહ

મ્યુનિ. તંત્રની બેદકારીના કારણે પ્રતિદિન હેરાન થતાં લાખ્ખો લોકો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓએ સત્તાનો દોર પુનઃ સંભાળ્યા બાદ ખાસ કરીને શહેરના પશ્ચિમના નાગરિકોની હેરાનગતિ વધવા પામી છે. તેમાં પણ ખાસ કરીને રગરોડને
સાંકળતા તમામ માર્ગો અત્યંત બિસ્માર બની ચૂકયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા પ્રતિદિન લાખ્ખો લોકો ભારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ખુદ પશ્ચિમ વિસ્તારના છે. તેમ છતાં આ સ્થિતિમાં કોઈ સુધારો નહિ થતો હોવાની ફરિયાદ વ્યાપક છે. ખાસ કરીને એસ.જી. હાઈવેથી બોપલ તરફ જવા
માટેનો ઈસ્કોનથી આમલી થઈને બોપલ જતો માર્ગ છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રકારના ખોદકામોના કારણે ઠેર ઠેરથી ડાયવર્ઝનથી ભરેલો છે.

જેના કારણે પ્રતિદિન આ માર્ગ ઊપર અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. તેવી જ રીતે રાજપથ કલબની બાજુમાંથી પસાર થતા માર્ગની પણ છેલ્લા બે વર્ષથી આવી જ હાલત રહેવા પામી છે. જેના કારણે આ માર્ગ ઊપરથી પણ વાહન ચાલકોને કફોડ હાલતનો ભોગ બનીને જ
પસાર થવું પડે છે. ઊપરાંત શનિરવિ દરમિયાન અહ કલબના સભ્યો દ્વારા રોડ ઊપર જ આડેધડ વાહનોનું પાર્કીંગ કરાતું હોવા છતાં મ્યુનિ. તંત્ર કે ટ્રાફીક પોલીસ દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા હોવાથી ભૂલેચૂકે પણ આ માર્ગ ઊપર નીકળનારાની હાલત કફોડી બની રહે છે.

No comments:

Post a Comment