Saturday, May 12, 2012

બીએડ ના વિદ્યાર્થીઓએ તમામ વિષયનીપરીક્ષાનહઆપવીપડે

ગુજરાત યુનિ.એ અગાઊના નિર્ણયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપી.

ગુજરાત યુનિર્વિસટી સાથેસંકળાયેલી બી.એડ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી સપ્તાહથી શરૂ થઇ છે. અગાઊ બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયોની પરીક્ષા ફરજિયાત આપવાની રહેતી હતી. આ નિયમના આધારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયની પરીક્ષા આપવા
માટેના ફોર્મ પણ ભરી દીધા હતા. આશ્ચર્યની વાત એ કે ફોર્મ ભર્યા બાદ અચાનક વિદ્યાર્થીને જે વિષયમાં ૪૫ કરતાં વધુ ગુણ હોય તે પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં વિદ્યાર્થીઓને
અપાયેલી હોલ ટિકિટમાં પણ આ પ્રકારે જ સૂચના આપવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. યુનિ.સાથે સંકળાયેલી ૯૦ ઊપરાંત કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ નાપાસ
થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા ફરજીયાત આપવાની હોય છે. ગતવર્ષની પરીક્ષામાં બે કે ત્રણ વિષય અથવા તો વધુમાં નાપાસ થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા.

જોકે, અચાનક યુનિર્વિસટી દ્વારા બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓને જે તે વિષયમાં ૪૫ થી વધુ ગુણ હોય તેમને તે વિષયની પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય કરી દીધોહતો. યુનિર્વિસટીએ કરેલાં નિર્ણયની જાણ વિદ્યાર્થીઓને હજુ સુધી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ એ તમામ વિષયોની પરીક્ષા પવાની છે. તે પ્રમાણે જ તૈયારી કરી રહ્યા છે. હોલ ટિકિટ વિદ્યાર્થીઓના હાથમાં આવતાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. જે વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ કરવાનો છે. અને તમામ વિષયની પરીક્ષા આપવા ઇચ્છતાં હોય તેઓએ રજિયાત હવે ૪૫થી ઓછા ગુણ હોય તેટલા જ વિષયોની પરીક્ષા આપવી પડે.

No comments:

Post a Comment