Wednesday, May 9, 2012

ઊનાળામાં કોટનની સાથેસાથે ખાદીના કપડાની ડિમાન્ડવધી

ફેશન ગણાતી ખાદી ઊનાળામાં સ્ટેટસની સાથે જરૂરિયાત બની.

ઢાલગરવાડમાં ખાદીમાં કુર્તા ૨૦૦થી લઇને ૫૦૦ થી વધુના મળે છે જયારે ડ્રેસ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધીમાં
તો ઝભ્ભા, શર્ટની કમત પણ વધીને ૨૦૦ થી ૧૦૦૦ થઇ યુવાનોમાં કોટન ખાદીનો વધુ ક્રેઝ.

ઊનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સાથે જ ઊનાળામાં ગરમીથી બચવા માટેના પણ લોકો નુસખા અપનાવતા થઇ ગયા છે. ગરમીથી બચવા કોટન કપડાનો ઊપયોગ વધુ થાય છે. પરંતુ આજકાલ વાનોથી લઇને ઢળતી ઉંમર સુધીના લોકોમાં પણ ખાદીનો વપરાશ વધ્યો છે.

સામાન્ય રીતે ખાદી એટલે નેતાઓથી પસંદ ગણાતી પરંતુ હવે બદલાતા સમય સાથે ખાદીની માંગ વધી રહી છે. તો સાથે-સાથે ખાદી વણતા વણકરો પણ અવનવી વેરાયટીઓ બજારમાં મૂકી રહ્યા છે. માત્ર શોખ માટે પહેરાતી ખાદી હવે યુવાનોમાં ગરમીથી બચવા માટેનું સાધન બની ગયું છે. તો સાથે સાથે ખાદીના કાપડનો વ
અને તૈયાર ખાદીના કપડાનો ભાવ ઊનાળો આવતા જ વધી જાય છે. ખાદી ગ્રામ ઊદ્યોગમાં તો બારેમાસ
ખાદીના ઝભ્ભા, શર્ટ વગેરે મળે છે.

પરંતુ હવે કાપડ બજારમાં ઊનાળો આવતા ખાદીની બોલબાલા વધી છે. શહેરનું હાર્દ ગણાતું લાલદરવાજા, ઢાલગરવાડ જેવા વિસ્તારમાં ખાદીના કાપડની બોલબાલા વધી છે. તો વળી તૈયાર કપડામાં પણ આ
વિસ્તારમાં અનેક વેરાયટીઓ ઊપલબ્ધ છે. પરંતુ ભાવમાં ચોક્કસ વધારો થયો છે. આ સંદર્ભે ખાદીના કૂર્તા-શર્ટ
અને ઝભ્ભાનું વેચાણ કરતા અનીશભાઇ જણાવે છે કે પહેલા ઊનાળામાં માત્ર કોટનના કપડા જ વધુ વેચાતા તા
પરંતુ છેલ્લાં ઘણા સમયથી ખાદીની ફેશનયુવાનોમાં વધી છે. જેના કારણે કોલેજ ગર્લ કૂર્તી, ડ્રેસ અને યુવાનો ઝભ્ભા શર્ટ વગેરે લઇ જાય છે. કોટનની કુર્તીઓ ૧૫૦ થી ૩૦૦માં મળે છે. જયારે ખાદીની ર્કાૃિતઓ ૨૦૦ રૂપિયાથી થરૂ થઇ ૪૦૦,૫૦૦ જેવી પસંદ તેવી મળે છે. કોલેજિયન યુવતીઓ આ ર્કાૃિતઓની ખરીદી વધુ કરે છે. જયારે નોકરિયાત યુવતીઓ અને મહિલાઓ પહેલા કોટન કાપડના કપડા ખરીદતી હતી જે હવે ખાદીના ડ્રેસ
ખરીદે છે. જેના ભાવ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધી ના હોય છે. તો વળી યુવાનો પણ ફેશનમાં પાછળ નથી તે
પણ ઝભ્ભા-શર્ટ માટે થઇને ૨૦૦થી ૧૦૦૦ ખર્ચી નાંખે છે કારણકે ઊનાળામાં ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ ગરમીથી બચવા માટેનું સાધન પણ ગણાય છે. પહેલા માત્ર ખાદી મળતી હતી પરંતુ હવે ખાદીના કાપડ ઊપર પણ અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. જેનો ભાવ પણ આસમાને હોય છે છતાં જેને કંઇક અલગ પહેરવાનો શોખ હોય છે અને ગરમીમાં વધુ ફરવાનું હોય તે લોકો વેરાયટી ખરીદી જ લે છે. ખાદી પર એમ્બ્રોડરી કરીને પણ વેચવામાં આવે છે.

ખાદીના કાપડનું પણ ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. સારૂ કાપડ ૧૦૦ થી ૧૧૦માં મળે છે અને જેમ જેમ પસંદગી ઊંચી તેમ - તેમ ભાવ વધતા જાય છે. પરંતુ માત્ર ઊનાળા પૂરતી જ ખાદી પહેરવાના શોખીન લોકો ઓછા ભાવની ખાદી સહેલાઇથી ખરીદી લે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે હવે ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ જરૂરિયાત અને સ્ટેટસ પણ બની ગઇ છે. ગ્રામણી વણકરોને ખાદી માટે ખાસ ટ્રેનગ અપાય છે.

પહેલા ખાદી માત્ર સફેદ કલરની જ બનતી પરંતુ હવે ગ્રામીણ કક્ષાએ વણકરોને ટ્રેનગ અપાય છે. અને ખાસ
યંગ જનરેશનને ધ્યાનમાં રાખી ડિઝાઇન બનાવાય છે. ગામડાના વણકરોને ખાદીમાં નવી ડિઝાઇન અને કલર્સ અંગે ટ્રેનગ આપીને બ્રાન્ડેડ ગારમેન્ટસનું ઊત્પાદન કરવામાં આવે છે. ઊનાળા માટે કમ્ફર્ટેબલ રહેતી ખાદીમાં હવે દરેક કલર અને વેરાયટી જોવા મળે છે.

No comments:

Post a Comment