Friday, May 11, 2012

ગાંધીનગરના મેયર તરીકેપ્રથમ અઢી વર્ષપુરુષ અનેબીજીટર્મમાંમહિલા

ચૂંટણી લડી રહેલા કેટલાક ઊમેદવારોને મેયર તરીકેના હુલામણા નામથી સંબોધાય છ.

ગાંધીનગરને કોર્પોરેશન વિસ્તાર તરીકે દરજજો આપ્યા બાદ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી હોઇ ઊત્તેજના વધી છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયરની બેઠક અઢી વર્ષ માટે સામાન્ય અને બીજા અઢી વર્ષ
માટે મહિલા અનામત રહેશે આ અંગેની વિધિવત દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાઇ રહી છે. જો કે મેયરની ખુરશી અત્યારથી જ રાજકીય પક્ષોના દાવેદારોની મીટ મંડાઇ છે.

કોર્પોરેશનના મેયરની બેઠકના રોટેશન અંગેની દરખાસ્ત બાદ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજયની રાજધાની ગાંધીનગરની કોર્પોરેશનની મેયરની ખુરશી ચૂંટણી પહેલા જ ચર્ચામાં આવી છે. કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે કેટલાક નામો
ચર્ચામાં છે. જયારે કેટલાક ચૂંટણી લડી રહેલા ઊમેદવારોને અત્યારથી જ મેયર તરીકેના હુલામણા નામોથી સંબોધાઇ રહ્યા છે. પાટનગરની સ્થાપના બાદ ના ચાર દાયકા પછી કોર્પોરેશન મળતા આ મહત્વની જગ્યા માટે ચૂંટણી જીતવા ઊમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પાટનગરના પ્રથમ મેયરની બેઠક સામાન્ય
રહેશે. જયારે બીજીટર્મમાં મહિલા અનામત તરીકે મેયરનીપસંદગી કરાશે જોકે પ્રથમ મેયર તરીકે પુરુષ ઊમેદવારની પસંદગી કરાય તેવી ધારણા વ્યકત કરાઇ રહી છે. કોર્પોરેશનની અગિયાર મહિલા બેઠક પર ત્રીસથી પણ વધુ મહિલા ઊમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જોકે મેયરના નામની પસંદગી પાર્ટીના સુપ્રીમો નક્કી
કરશે. અત્રે ઊલ્લેખનિય છે કે, થોડા વર્ષો અગાઊ ગુજરાત વિધાન સભાએ પસાર કરેલા ઠરાવ મુજબરાજયની તમામ ૭ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકોઓમાં પુરુષ અને મહિલા મેયર માટે અઢી અઢી વર્ષ ળવવામાં આવ્યા છે.

No comments:

Post a Comment