Monday, May 14, 2012

મોબાઈલ રોમિંગ ચાર્જ નાબૂદ કરાશે

ટેલિકોમ નીતિ ૨૦૧૧ના મુસદ્દામાં મોબાઈલ ફોન કંપનીઓ માટે વન નેશન લાઈસન્સની સિસ્ટમનો અમલ
કરવાની અને રોમિંગ ચાર્જને નાબૂદ કરવાની દરખાસ્ત છે.

જો કે નીતિના મુસદ્દામાં આ દરખાસ્તનો ક્યારે અમલ કરાશે તે વિશે સ્પષ્ટતા નથી. નવી નીતિ દાયકા જૂની હાલની ટેલિકોમ નીતિનું સ્થાન લેશે. ભારતની અંદર પ્રવાસ કરતી વખતે ફોન યુઝર્સ દ્વારા ચુકવવામાં આવતા
રોમિંગ ચાર્જ નાબૂદ કરવામાં આવે તેવી ધારણા છે.

તેનાથી વારંવાર બીજા રાજયોમાં મુસાફરી કરતા ગ્રાહકોના માસિક મોબાઈલ બિલમાં ઘટાડો થશે, પરંતુ ટેલિકોમ કંપનીઓની આવકને ફટકો પડશે. અમેરિકા સહિતના
મોટાભાગના દેશોમાં ડોમેસ્ટિક રોમિંગની સિસ્ટમ નથી. ભારતને ૨૩ ટેલિકોમ સર્કલમાં વિભાજિત્ કરવામાં આવેલું છે અને ગ્રાહક તેના સર્કલની બહાર ફોનનો ઉપયોગ કરે ત્યારે રોમિંગ ચાર્જ ચૂકવવો પડે છે.

હાલની એમએનપી સુવિધા ટેલિકોમ સર્કલ પૂરતી મર્યાદિત છે. નવીનીતિમાં મોબાઈલ નંબર માટે હોમબેઝ
બદલવાની મોબાઈલ યુઝર્સને છૂટ મળશે અને તેનો આગામી વર્ષથી અમલ થશે. આ દરખાસ્તો અને ખાસ કરીને રોમિંગ ચાર્જ સંબંધિત દરખાસ્તોનો ટેલિકોમ કંપનીઓ વિરોધ કરે તેવી ધારણા છે કારણ કે રોમિંગ ચાર્જને કારણે મોબાઈલ કંપનીઓને આશરે રૂ. ૧૩,૦૦૦ થી ૧૪,૦૦૦ કરોડની આવક કુલ આવકમાંથી ૧૦ ટકા આવક થાય છે. હાલના નિયમ મુજબ મોબાઈલ ફોન કંપની રોમિંગ દરમિયાન લોકલ કોલ મિનિટ દીઠ રૂ. ૧.૪૦નો ચાર્જ અને એસ.ટી.ડીના કોલ કિસ્સામાં તમામ આઉટગોઈંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૨.૪૦ અને ઇનકમિંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૧.૭૫નો ચાર્જ વસૂલ કરી શકે છે.

No comments:

Post a Comment