Monday, May 14, 2012

બીજ મસાલા પાકના ઊત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન

ભારતમાં વવાતા અને ઊત્પાદન થતા મસાલા પાકોમાં ગુજરાતનો હિસ્સો ૨૦ ટકાથી ય વિશેષ છે.

મસાલા પાકો પૈકી જીરં, વરિયાળી, ધાણા, મેથી, અજમો, સુવા જેવી બીજા મસાલાના ઊત્પાદનમાં અને નિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. જો કે ગુજરાતમાં ઊત્પાદન થતા મસાલામાં સૌરાષ્ટ્રનો હિસ્સો ૫૦ ટકાથીય વધુ થાય છે.

દેશમાં ઊત્પન્ન થતા જીરં, વરિયાળી, સુવા અને અજમાના કુલ ઊત્પાદનના અનુક્રમે ૬૧, ૯૦, ૭૦ અને ૬૫ ટકા ઊત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત જીરં અને વરિયાળીની ઊત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં સૌથી અગ્રેસર છે એટલું જ નહિ ગુજરાતમાં પાકતા મસાલાની ગુણવત્તા પણ ખૂબજ ઊંચી રહી છે. આથી તેની નિકાસમાં ગુજરાતનો હિસ્સો નાધપાત્ર રહ્યો છે. આમ તો ભારતને મસાલા પાકોનું ઘર ગણવામાં આવે છે. પણ મસાલા ઊત્પાદનમાં ગુજરાત મોખરાના સ્થાને રહ્યું છે.

No comments:

Post a Comment