Thursday, May 10, 2012

શું આપનું બાળક ઇન્ટરનેટ પર સમય વેડફે છે?

આજના ઝડપી યુગમાં કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના અશક્ય બનતી જાય છે. આંગળીના ટેરવે ક્લિક કરતાં આંખ સામે સમગ્ર માહિતી સ્પષ્ટ જાણી શકવાની સુવિધાનો વ્યાપ વધતો ચાલ્યો છે. બાળકોથી માંડીને દરેક વર્ગના લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ આશીર્વાદરુપ બન્યો છે. પરંતુ ઇન્ટરનેટના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે. આજે ઇન્ટરનેટની માયાજાળમાં આખું વિશ્વ ગૂંચવાયેલું છે. આપણા જીવનને સરળ ને ચોક્સાઇભર્યું બનાવવા માટે ઇન્ટરનેટ ઉપયોગી બન્યું છે. બાળકોને શિક્ષણ માટે સ્કૂલ ને કોલેજોમાં પણ કોમ્પ્યુટરના વિષયને ફરજિયાત વિષય તરીકે માન્ય રખાયું છે ત્યારે બાળકો આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરે તે વાજબી ગણાય પરંતુ આજની જનરેશન પર તેનો સજજડ પ્રભાવ જોઇ શકાય છે. ૮ થી ૧૦ વર્ષના બાળકો ઇન્ટરનેટ પર ગેમ રમતા થઇ ગયા છે. તો કેટલાક બાળકો તો મેઇલ્સ કે ચેટીંગ પણ કરતાં હોય છે!જેના કારણે તેઓ ભણવામાં ઓછું ધ્યાન આપતા હોય છે અને જયારે સમય મળે ત્યારે કોમ્પ્યુટર સામે આંખો ચીપકાવીને બેસી રહેતા હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર દેશમાં ઇન્ટરનેટ પર સર્ફીંગ કરનારા ૧૦૦ ટકા બાળકોમાંથી ૭૭ ટકા બાળકોનો અનુભવ નકારાત્મક જોવા મળ્યો હતો.એટલે કે ૭૭ ટકા બાળકો ઇન્ટરનેટ પર પોતાનો અમૂલ્ય સમય ખોટી માહિતી મેળવવા કે સમય પસાર કરવામાં કાઢે છે! આવનારા વર્ષોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધશે એમાં કોઇ જ બેમત નથી પરંતુ મુશ્કેલી એ વાતની છે કે ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ્સ એવી હોય છે કે જે બાળકોને ભ્રમિત કરી શકે છે ને તેના કારણે બાળકો ખોટા માર્ગે પણ જઇ શકે છે ને આવી વેબસાઇટ પર નિયંત્રણ રાખી શકાતું હોતું નથી. નાના બાળકોમાં સૌથી લોકપ્રિય વેબસાઇટ્સ તરીકે પેન્ગ્વીન, સ્ટારડોલ વગેરે છે. આ તમામ સાઇટ્સ કોર્મિશયલ છે જેનો ઉપયોગ બાળકો જોશથી કરે છેપરંતુ તેના પૈસા ચૂકવવા પડતા હોય છે.ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે બાળકોને આ વેબસાઇટ પર મનોરંજનનો ખજાનો મળી રહેતો હોય તો તેઓ તેના બંધાણી બની જતા હોય છે.

No comments:

Post a Comment