Friday, May 11, 2012

મ્યુનિ.પાતળીપ્લાસ્ટિકનીબેગોના ઊત્પાદન-વેચાણપરપ્રતિબંધમૂકશે

૧૫૦ જેટલી હોટલરેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી.

અમદા વાદ મ્યુનિ. કોર્પોએ ૪૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ અને ઝભલાના ઊત્પાદન અને વેચાણ પર રતિબંધ કવા કાર્યવાહી શરૂ કરી છે. જે સંદર્ભે કોર્પોરેશને દરોડાની કાર્યવાહી શરૂ કરવા એકશન પ્લાન બનાવશે. કંપોઝિટ પ્લાસ્ટિક અને રિ-સાઇકલગ દ્વારા બનતી ૪૦ માઇકોન કરતાં પાતળી બેગો ઊપર પણ પ્રતિબંધ મૂકાશે. ગુટકાના પાઊચ વેચનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિ. હેલ્થ
કમિટિના ચેરમેન ડો. સુરેશ પટેલે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ અંગેનું જાહેરનામું ગયા ફેબ્રુઆરીમાં બહાર પડી ગયું છે. પણ મ્યુનિ. કોર્પો. દ્વારા પ્લાસ્ટિકની બેગોના વપરાશમાં ચુસ્ત નિયમોનું પાલન કરાશે. જેમાં જીપીસીસીની પણ મદદ લઇને ૪૦ માઇક્રોનથી પાતળી બેગોનું ઊત્પાદન કરતી ફેકટરીઓને સીલ મારવામાં
આવશે. શહેરના છ ઝોનમાં યાદી બનાવવામાં આવી છે. હેલ્થ ખાતા દ્વારા બી.યુ. પરમિશન ન હોય તેવી જગ્યાએ વર્ષોથી ચાલતી હોટલો-રેસ્ટોરન્ટ અંગે કાનૂની માર્ગદર્શન લઇ ટૂંક સમયમાં નિતિ જાહેર કરવામાં
આવશે. બી.યુ. પરમિશન હોય તેવી મિલ્કતોમાં ચાલતી હોટલ રેસ્ટોરન્ટ દ્વારા હેલ્થ લાઇસન્સ ન લીધા હોય તેવી ૧૫૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

No comments:

Post a Comment