Tuesday, April 5, 2011

Ahmedabad - ચેટીચાંદ ઊત્સવ ઝુલેલાલનીશોભાયાત્રાનીકળશે

અમદાવાદમા,

સધી બંધુઓ આજે પોતાના બાળકની બાધા અને જનોઇ કહે છે જેની ઘરે ઘરે ઊત્સવ ઊજવણી થાય છે આજે ચેટીચાંદ સધી બંધુઓનો આજે મોટો તહેવાર શહેરભરમાં આજે શોભાયાત્રા નીકળશે અને ઝુલેલાલને યાદકરી ઊત્સવ ઊજવાશે.

ભારત એવો દેશ છે જયાં દરેક નાત-જાતી-જ્ઞાતિના લોકો વસે છે. એટલે જ ભારતમાં બારેમાસ તહેવારો હોય છે.

હજુ ગઇ કાલે મરાઠી બંધુઓનું નવુ વર્ષ શરૂ થયુ તો ચૈત્રી નવરાત્રિની શરૂઆત સાથે જ ચૈત્રમાસ પણ શરૂ થયો. તો વળી આજે સધીઓનો સૌથી મોટો તહેવાર ચેટી ચાંદ છે.

આજે સધી બંધુઓનું નવંુ વર્ષ નવા કપડાં, જાત-જાતની મીઠાઇઓ અને પ્રાર્થના સત્સંગ દ્વારા નવા વર્ષની ઊજવણી કરશે.ઘરે - ઘરે આજે મિષ્ટાન બનશે. આજના દિવસે ચેટીચાંદ તરીકે ઊજવતા સધી બંધુઓ પોતાના બાળકની જનોઇ અને બાધા આજે જ કરે છે. વર્ષ દરમ્યાન એક માત્ર આજના દિવસે જ સધી લોકો બાળકોની બાધા અને જનોઇ કરતાં
હોવાથી ઘરે-ઘરે ઊત્સવ આનંદ જોવા મળે છે.

કારણ કે દર વર્ષે કોઇના ઘરે તો બાધા કે જનોઇ હોય છે જ. દેશ સહિત રાજયમાં આ તહેવારની ઊજવણી ભારે હર્ષો
ઊલ્લાસભેર કરાશે. શહેરભરમાં આજે સધી બંધુઓ દ્વારા શોભાયાત્રા નીકળશે. જેમાં નાત્ય, ગાન સાથે ઊજવણી કરવામાં
આવશે. આજના દિવસને સધી બંધુઓ નીમ ઊત્સવ તરીકે ઊજવશે.

No comments:

Post a Comment