Friday, April 15, 2011

બી- સ્કૂલનાપ્રવેશનિયમોનેલઇને એઆઇસીટીઇએસુધારણાકર્યા

રાજયકક્ષાએ લેવાતી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને પ્રવેશ લાયક ગણવો પડશે.

પોસ્ટ ગ્રેજયુએટ ઈન મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજયુએટ ર્સિટફિકેટ ઈન મેનેજમેન્ટના અભ્યાસક્રમોમાં પ્રવેશ સંબંધી નિયમોમાં એઆઇસીટીઇ (ઓલ ઈન્ડિયા કાઊન્સિલ આૅફ ટેકનિકલ એજયુકેશન) દ્વારા થોડા પ્રમાણમાં સુધારણા કરવામાં આવ્યા છે.

એઆઇસીટીઇની એપેક્ષ બોડીએ નિર્ણય લીધો છે કે સ્ટૂડન્ટને પ્રવેશ આપતી વખતે બી-સ્કૂલ એ સીએટી અને એમએટી અને અન્ય રાજય દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીને પ્રવેશ વખતે ધ્યાને લેવા પડશે અને પ્રવેશ આપવા યોગ્ય ગણવા પડશે.

આ તમામ પગલાંમાંથી વિવિધ પરીક્ષાઓમાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓ બી-સ્કૂલ યોગની પસંદગી પ્રમાણે લઇ શકાશે. પણ તમામ પરીક્ષાને ધ્યાને લેવી પડશે. એઆઇસીટીઇ દ્વારા આ નવા નિયમો દરેક બી-સ્કૂલને મોકલી આપવામાં આવ્યા છે જેનું બી-સ્કૂલ દ્વારા વખોડવામાં અને ટીકા કરવામાં આવી રહી છે.

એઆઇસીટીઇના નિયમોના ફેરફારને લઇને કેટલીક બી-સ્કૂલ તો સુપ્રીમકોર્ટમાં જવાની તૈયારીઓ કરી દીધી છે. ઘણી બધી બી-સ્કૂલ દ્વારા પોતાની મનમરજી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે તેને લઇને એઆઇસીટીઇએ તેનેતેમને લાલ આંખ કરી છે.

No comments:

Post a Comment