નવા બાયોમેટિ્રક પાનકાર્ડમાં હાથના ફગરપ્રિન્ટ રહેશે અને ચહેરાની પણ વિગત હશે.
કેગના અહેવાલ બાદ પાનકાર્ડની વધતી જતી સમસ્યાને દૂર કરવાના હેતુસર સરકારે દેશભરમાં કરદાતાઓ માટે બાયોમેટિ્રક પાનકાર્ડ આપવા માટે ઈન્કમટેકસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
બનાવટી પાનકાર્ડની ફરિયાદના લીધે આખરે સરકારે સક્રિય થઇને બાયોમેટિ્રક પાનકાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે.
નાણાં મંત્રાલય દ્વારા ગઇકાલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટ્રોલર અૅન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલના અનુસંધાનમાં આ નિર્ણય લેવાય હતો.
સૂચિત નવા બાયોમેટિ્રક પરમનન્ટ એકાઊન્ટ નંબર (પાનકાર્ડ)માં દરેક હાથના ફગરપ્રિન્ટ રહેશે અને તેની સાથે-સાથે ચહેરાની પણ વિગત હશે.
આનાથી બોગસ પાનકાર્ડની ફરિયાદો દૂર થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે
પ્રવર્તમાન પાનકાર્ડ ધારકોને બાયોમેટિ્રક પાનકાર્ડ મેળવી લેવા માટે વિકલ્પ રહેશે પરંતુ આ ફરજિયાત રહેશે નહ.
આઇટી વિભાગે બાયોમેટિ્રક પાનકાર્ડ આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્ત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજના દુરુપયોગને રોકવાના હેતુસર આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આઇટી વિભાગ અને પોલીસ દ્વારા દરોડા દરમિયાન ડુપ્લિકેટ પાનકાર્ડની સમસ્યા સપાટી પર આવી હતી. વર્ષ ૨૦૦૬માં પણ તત્કાલિન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ દ્વારા બાયોમેટિ્રક પાનકાર્ડનું સૂચન કરવામાં આવ્યું
હતું. કેગના અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૧૦ માર્ચ સધીમાં ૯૫૭ લાખ પાનકાર્ડ જારી કરવામાં આવ્યા હતા.
બાયોમેટિ્રક પાનકાર્ડ કરદાતાઓ પાસે આવવાથી હાથના ફગરપ્રિન્ટ અને ચહેરાની વિગત હોવાથી ડુપ્લિકેટ પાનકાર્ડની સમસ્યા ટાળી શકાશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
No comments:
Post a Comment