કાળી ગામનું નવું બંધાયેલું તળાવ, વસ્ત્રાપુર તળાવ સહિતના તળાવમાં પાણી છોડાશે.
શહરેમાં ઔડા વિસ્તારોમાં આવેલા તળાવોમાં ઊનાળો આવે તે પહેલાં જ તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.
પાણી ન હોવાના કારણે મોટાભાગના નાગરિકો તળાવના કાંઠે જઇને બેસીને કુદરતની મજા માણી શકતા નથી. તેથી એ તમામ તળાવોમાં પાણી છોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં એક અંદાજ મળીને ૧૪૦ થી વધુ તળાવો હતા. જેમાં સમયાંતરે ઔડા દ્વારા વિવિધ તળાવોનો વિકાસ કરી રમણીય બનાવવામાં આવ્યા પણ ઔડા દ્વારા હાલમાં તૈયાર કરવામાં આવેલા તળાવો અને વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા તળાવોમાં ઊનાળાની સાથે એક કોમન વાત છે કે ઊનાળો આવતાની સાથે તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.
શહેરમાં આવેલા કાંકરિયાના તળાવ સિવાય બીજા તળાવોમાં પાળી કેમ નથી રહેતું તે પ્રશ્ન નાગરિકોને મૂંઝવે છે. વસ્ત્રાપુર, ગોતા, કાળીગામ બોપલ આંબલી જેવા વિસ્તારોમાં થયેલા તળાવોમાં બારેમાસ પાણી રહે તેવી
વ્યવસ્થા કરવી જોઇએ. પણ પાણી રહેતું નથી.
સામાન્ય રીતે તળાવો કરીને તેમા પાણીનો સંગ્રહ કરવાથી તમામ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી શકાય પણ પાણીના સ્તર ઊંચા લાવવા માટે પાણી લાવવું જરૂરી છે. આમ શહેરના મોટાભાગના તળાવો
માત્ર ચોમાસામાં ભરાય છે.
બાકી ઊનાળો આવતાની સાથે તેમાંથી પાણી ગાયબ થઇ જાય છે. હાલમાં ઔડા દ્વારા ગત વર્ષે બીજા ૯ તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. અગામી વર્ષોમાં ૧૪ નવા તળાવોના કામકાજ કરશે. પણ તળાવોની રમણીયતા વધારવા માટે તેમાં પાણીથી ભરાયેલા રહે તે અનિવાર્ય છે.

No comments:
Post a Comment