Saturday, April 9, 2011

Narmada Yojana - ત્રણ વર્ષમાં પૂર્ણ કરવા રાજય સરકારની નેમ


નર્મદા યોજનાના રૂ. ૪૬૦૦ કરોડના કામોનું ખાતમૂર્હુત નરેન્દ્ર મોદી કરશ.

રાજયની જીવાદોરી અને મહત્વાકાંક્ષી સરદાર સરોવર નર્મદા યોજના દ્વારા નર્મદાના નીર કચ્છ-સૌરાષ્ટ્ર અને ઊત્તર ગુજરાતમાં પહાચાડવા બાકી રહેલા કેનાલના રૂ. ૮ હજાર કરોડના ૭૫ જેટલા વિવિધ કામો આગામી
ત્રણ મહિનામાં શરૂ કરવાની તેમજ આ તમામ કામોને ૨૦૧૪ સુધીમાં પૂર્ણ કરી દેવાનાં આયોજનના ભાગરૂપે એપ્રિલ માસમાં જ રૂા. ૧૨૬૫ કરોડનું કચ્છ જિલ્લા માટેનું કામ ઊપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં
પાણી પહાચાડવા ૯ એપ્રિલ મોરબી અને ૨૧ એપ્રિલે લબડી ખાતે મળીને રૂ. ૪૬૦૦ કરોડના કામોનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખાતમૂર્હુત કરશે તેવું નર્મદા અને જળસંપત્તિ પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

જળસંપત્તિ પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કેનાલના જે કામો બાકી રહી ગયા છે ને તે સમયપત્રકના ભાગરૂપે એકલા એપ્રિલ મહિનામાં રૂા. ૪૬૦૦ કરોડના કામો શરૂ થઇ રહ્યા છે.

તેમાં દેશના સરહદી જિલ્લા અને કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી પહાચાડવા માટે રૂ. ૧૨૬૫ કરોડના કામોને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાતમૂર્હુત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ચોમાસા અગાઊ નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તારમાં આવતા કચ્છ સૌરાષ્ટ્ર અને ઊત્તર ગુજરાતના બાકીના ૧૨.૫ લાખ હેકટર વિસ્તારમાં
પિયત પહાચાડવા તેમજ બાકીના શહેરો તથા નામોને પીવાનું પાણી પહાચાડવા રૂા. ૮ હજાર કરોડના કામોના વર્કઆૅર્ડર તથા ટેન્ડર આપી દેવાશે અથવા ટૂંક સમયમાં બહાર પડાશે.

વધુમાં જણાવતા કહ્યું કે ત્રણ મહિનામાં બાકીના રૂા. ૩૪૦૦ કરોડ કામોના વર્કઆૅર્ડર અને ટેન્ડરગ પ્રક્રિયા પૂરી કરાશે. એકંદરે હાલ અંદાજે ૫.૫ લાખ હેકટરને પિયત મળી શકે તેવા કામો ચાલી રહ્યા છે. કેટલાક પૂર્ણતાને આરે છે જયારે બાકીના ૧૨.૫ લાખ હેકટરમાં પિયતના કામો ત્રણ મહિનામાં હાથ ધરવા રાજય સરકાર આયોજનબદ્ધ છે.

જે કોન્ટ્રાકટરોને કામ પૂર્ણ કરવા માટે ૨૪ થી ૩૬ મહિના જેટલો સમય ફાળવાશે. આયોજનપંચ દ્વારા નર્મદા યોજનાના સુધારેલા અંદાજ પ્રમાણે રૂ. ૩૯.૨૪૦ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. તેમાં કેન્દ્ર સરકાર રૂ. ૪૬૦૦ કરોડની
સહાય કરે તેવી શકયતા છે. જેથી કોઇ ર્આિથક આપત્તિનો સામનો કરવો નહ પડે.

No comments:

Post a Comment