Friday, April 8, 2011

Gujarat News - પાંચ વર્ષમાં પાલતું પશુઓની સંખ્યામાંએકલાખનો ઘટાડો

પશુ ધનની વસ્તી ઓછી થતા સરકારે પશુઓની વસ્તી વધારો કરવાના આયોજનો હાથ ધર્યા છે. જેમાં ઘોડાની વસ્તીને ટકાવી રાખવા માટે દર વર્ષે અશ્વ શાૅનું આયોજન અને ઘોડાઓના સંવર્ધન માટે ૧૪ વાલી ઘોડાસેવા કેન્દ્ર કાર્યરત કરાયા છે.

આ ઊપરાંત કાઠિયાવાડી ઓલાદના ઊચ્ચગુણવતાં વાળા ઘોડા તૈયાર કરવા રાજયમાં બે અશ્વ સંવર્ધન ફાર્મ ઉભા કરાયા છે. તેવી જ રીતે ખચ્ચરની સંખ્યામાં ઘટાડાને પગલે ચાણસ્મા ખાતે ઊચ્ચ કક્ષાના નરગધેડા અને ઘોડાના સંવર્ધનથી ખચ્ચરનું સર્જન કરવાનું આયોજન કરાયું છે.

તેવી જ રીતે ગધેડા માટે ‘ગદાર્મફાર્મ’ની સ્થાપના કરાશે. અને ઊંટના સંવર્ધન માટે કચ્છ જિલ્લામાં ઢોરી ખાતે કચ્છી ઓલાદના ઊંટોની જાળવણી માટે ઊછેર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયમાં ગધેડા, ખચ્ચર, ઘોડા, ઊંટ અને સસલાની વસ્તીમાં પાંચ જ વર્ષમાં એક લાખનો ઘટાડો નાધાયો છે.
દર પાંત વર્ષે થતી પશુ ધનની વસ્તી ગણતરીમાં ૨૦૦૩ની પશુ ધન વસ્તી ૨૨ લાખ ૧૫ હજાર હતી. જે ૨૦૦૭માં ૨૧ લાખ ૧૩ હજાર જ પશુ ધન હતું.

પાંચ વર્ષમાં ૧ લાખ ૨૪૧૭નો તોતગ ઘટાડો થયો છે. ખચ્ચરની ૮૮૫ની વસ્તીમાં ૮૬૩નો ઘટાડો થતા માત્ર ૨૨ ખચ્ચરો જ બચ્યા હતા. જયારે ઘોડાની સંખ્યામાં ૪૧૦૬નો ઘટાડો થતા ૧૪૦૦૩ ઘોડા-ટટુઓજ હયાત હતા.

જો કે હવે ૨૦૧૧-૧૨ની પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ મોટો ઘટાડો થવાની પૂરેપૂરી શકયતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજયમાં ૨૦૦૩ દરમ્યાન ઘટાની વસ્તી ૨૦ લાખ ૬૧૭૫૨ હતી જેમાં ૨૦૦૭ના વર્ષમાં ૬૦૧૮૮નો ઘટાડો થતા આ આંકડો ૨૦ લાખ ૧૫૬૪નો થયો હતો.

એવી જ રીતે ઘોડા-ટટુની વસ્તી ૧૮૧૦૯૬ની જે ૪૧૦૬ ઘટીને ૧૪૦૦૩ થઇ હતી. ખચ્ચરની સંખ્યા ૮૮૫ની હતી જેમાં ૮૬૩નો ઘટાડો થયો હતો.

જેની સંખ્યા માત્ર ૨૨ જ છે. ગધેડાની સંખ્યા ૬૫૦૫૯ હતી જેમાં ૧૪૮૮૩નો ઘટાડો થતા તેની સંખ્યા ૫૦,૧૭૬ થઇ છે.
ઊંટની સંખ્યા ૫૩૨૪૬ હતાં જે ઘટીને ૧૪૭૯૨ થઇ છે. જેથી હવે ૩૮૪૫૪ ઊંટ જ રહ્યા છે. આવી જ રીતે સસલાની વસ્તીમાં ૭૬૫૪નો ઘટાડો થયો છે. ૨૦૦૩માં ૧૬૭૫૩ સસલા હતા જે ૨૦૦૭માં ૯૧૦૮ રહ્યા છે.

No comments:

Post a Comment