બાકીની જમીનનો બાગ બગીચા-રોડ રસ્તા ને જાહેર હેતુ માટે ઊપયોગ થશે ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ કરાશે વાસણામાં સાત હેકટર જમીનમાં ઘનિષ્ઠ વનીકરણ કરાશે પ્રોજેકટ પાછળ કુલ ૧૫૦૦ કરોડનો ખર્ચ.
બીઆરટીએસ બાદ હવે અમ્યુકો દ્વારા સમગ્ર ધ્યાન રિવર ફ્રન્ટ પ્રોજેકટ ઊપર કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આગામી મહિને રિવરફ્રન્ટ માટેના નવા જીડીસીઆર બહાર પડશે. જેમાં સ્પષ્ટપણે એ પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે કે પ્રોજેકટના કારણે જેટલી નવી જમીન ઊભી થશે તે પૈકી માત્ર ૨૧.૨૭ ટકા જમીનનો જ વ્યવસાયિક રીતે ઊપયોગ થશે.
શહેરી વિકાસ ખાતાના તેમજ અમ્યુકોના સૂત્રોએ આ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેકટ એ સૌપ્રથમ પ્રોજેકટ છૅ. દેશભરના મહાનગરો તેમજ નદી તટ ઊપર વસેલા શહેરના સંખ્યાબંધ ડેલિગેશનો આ પ્રોજેકટની મુલાકાતે આવી ચૂકયા છે અને હજુ પણ આવી રહ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ દ્વારા કુલ ૧૬૨.૮૦ હેકટર જેટલી નવી જમીનની ઊપલબ્ધી થશે. તે પૈકી ૧૩.૬૧ ટકા જમીન એટલે કે ૨૧.૧૫ હેકટર જેટલી જમીનનો વાણિજિયક ઊપયોગ થશે. તેમજ ૭.૬૬ ટકા જેટલી
એટલે કે ૧૨.૪૭ હેકટર જમીનનો રેસિડેન્સિયલ હેતુ માટે (વેચાણથી) ઊપયોગ થશે.
આમ, સમગ્ર પ્રોજેકટમાંથી કુલ્લે ૨૧.૨૭ ટકા જેટલી જમીન જ વેચાણ કરાશે. જયારે બાકીની ૭૯.૨૩ ટકા જમીનનો સંપૂર્ણ ઊપયોગ જાહેર હેતુ માટે કરવામાં આવશે. તે જોતા નવી ઊભી થનારી કુલ્લે ૧૬૨.૮૦ હેકટર
જેટલી જમીન પૈકી માત્ર ૩૪.૬૨ હેકટર જેટલી જમીનનું વેચાણ કરીને સમગ્ર યોજનાનો ખર્ચ વસુલ કરાશે.આગામી ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં આ પ્રોજેકટને આખરી ઓપ આપી દેવાની તૈયારીઓ સત્તાવાળાઓ દ્વારા
હાથ ધરવામાં આવી છે. શાહીબાગ ડફનાળાથી વાસણા બેરેજ સુધીના સાડા અગિયાર કિલોમીટરની લંબાઈના સમગ્ર પટ્ટામાં ૪૨ હેકટરના વિસ્તારમાં બાગબગીચા બનાવવામાં આવશે. તેવી જ રીતે લગભગ ૪૬ હેકટર જેટલી જમીન રોડ રસ્તા બનાવવામાં વપરાશે.
વાસણાથી સુભાષબિ્રજ તેમજ એરપોર્ટ સુધીનો નવો માર્ગ પણ રિવરફન્ટમાં વિકસાવવામાં આવશે. ઊપરાંત વાસણા વિસ્તારમાં લગભગ સાત હેકટરના સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવશે.
નદીના નીચેના ભાગમાં સંખ્યાબંધ વિસ્તારોમાં જૂના જમાનામાં હતા તેવા ઘાટ પણ બનાવવામાં આવ્યા છે તેથી લોકો સ્નાનાદિ કાર્ય માટે તેનો ઊપયોગ કરી શકશે.
No comments:
Post a Comment