ગુજરાતની યશસ્વી ગાથાનું ગાન કરતા ર્સ્વિણમ જયંતીની ઊજવણીનું આખુ વર્ષ ઊજવણી કર્યા બાદ તેનું શાનદાન સમાપન ૧લી મે ૨૦૧૧ના રોજ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે "આગે કદમ ગુજરાત" થીમ આધારિત ભવ્ય સાંસ્કાતિક સમારોહ દ્વારા કરવામાં આવશે તેવું રાજય સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ૧લી મે ૨૦૧૧ના રોજ સાંજે છ વાગ્ય ર્સ્વિણમ જયંતી ઊજવણીનું ઊપસ્થિતિમાં વિધિવત્
સમાપન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજયપાલ ડો. કમલાજી સહિત સમસ્ત મંત્રીમંડળ ઊપસ્થિત રહેશે. આધુનિક વિકાસના માૅડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરતા પંચશકિત આધારિત સ્વર્ણિમ
ઊત્સવોનું રાજયમાંપાંચ વિભાગીય ઝોનમાં ગુજરાતે તેની શકિત અને ક્ષમતાના દર્શન કરાવ્યા છે. હવે ર્સ્વિણમ જયંતી વર્ષની ઊજવણીનો સમાપનનો છેલ્લો તબક્કો ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ તા. ૨૮, ૨૯, ૩૦ એપ્રિલ અને ૧લી મે ગુજરાત ગૌરવ દિવસ ૨૦૧૧ના રોજ શરૂ કરવામાં આવશે. રાજયના મંત્રી જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલે ઊજવણી સંદર્ભે કહ્યું કે, ૨૪મી એપ્રિલે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે સાંજે ૬ કલાકે અને ૨૫મી એપ્રિલના રોજ રાજકોટમાં શસ્ત્રદળો દ્વારા સુમધુર સિમ્ફની બેન્ડનો કાર્યક્રમ યોજાશે. જયારે ૨૮ એપ્રિલથી ૨જી મે સુધી તમામ સરકારી, અર્ધસરકારી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવશે. આ સમય દરમિયાન
તમામ જિલ્લા અને તાલુકા મથકે મહાનુભાવોની પ્રતિમાઓની સાફસફાઇ કરાશે.
૨૯મી એપ્રિલે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજયપાલ ડો. કમલાજી ગુજરાતના છેલ્લા દશકામાં થયેલા વિકાસને પ્રર્દિશત કરતા મેગા એકિઝબિશનનું ઊદ્ઘાટન સાંજે ૬ કલાકે કવરામાં આવશે અને ૩૦મી એપ્રિલે સાંજે ૬ વાગ્યે પાટનગરમાં આવેલી ડો. બાબસાહેબ આંબેડકરની પ્રતિમાથી મહાત્મા મંદિર સુધી
પોલીસ, અર્ધલશ્કરી દળો, જિલ્લા બેન્ડ અને શાળાઓના વિદ્યાર્થીઓના બેન્ડની વિશાળ માર્ચપાસ્ટ યોજવામાં આવનાર છે. માર્ચપાસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા વિકાસને રજૂ કરતા વિવિધ કલાત્મક ટેબ્લો રજૂ કરવામાં
આવશે. ૧લી મે ૨૦૧૧ના રોજ સવારે ૮ વાગ્યે અમદાવાદમાં ભદ્રના કિલ્લા પાસે આવેલા મહાગુજરાત ચળવળના શહિદોના સ્મારક ઊપર જઇને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
જયારે સાંજે ૬ વાગ્યે ર્સ્વિણમ જયંતી ઊજવણીનું અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં વિધિવત્ સમાપન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજયપાલ ડો. કમલાજી ખાસ ઊપસ્થિત રહેશે. સમાપન સમારંભમાં ગુજરાતની કલા સંસ્કાતિ અને વિકાસગાથાને ૫ હજારથી વધુ કલાકારો રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું થીમ આગેકદમ ગુજરાત રાખવામાં આવ્યું છે. "વંદે ગુજરાત"થી આરંભાયેલા "આગે કદમ" ગુજરાતના સંકલ્પ સાથે સંપન્ન થશે. ૧લી મે ૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમને વધુ ને વધુ લોકો માણી શકે તે માટે ૨જી મે ૨૦૧૧ સાંજે ફરીથી સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ૨૮ એપ્રિલથી ૩જી મે, ૨૦૧૧ સુધી રાજયની તમામ સરકારી, અર્ધસરકારી ઈમારતોને રોશનીથી ઝળહળાં કરવામાં આવશે. એકંદરે સમગ્ર અઠવાડિયું ઊત્સાહ અને ઊત્સવનું બની રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment