Tuesday, April 12, 2011

Kutch Desert - રસ્તો બનાવવા ૫૦૦ કરોડ મંજૂર

ઘડુલી (કચ્છ)થી હાજીપીર, ખાવડા, ધોળાવીરા થઇને બનાસકાંઠા સુધી પાકો રસ્તો બનશે.

કચ્છ સરહદથી બનાસકાંઠાને જોડતા રણ રસ્તા માટે ૫૦૦ કરોડની મંજૂરી મળતા કાચા રસ્તાઓને પાકા બનાવાશે. સંરક્ષણની દૃષ્ટિએ આ રસ્તો પાકો બનતા સરહદ વિસ્તારની પોલીસ અને બોર્ડર હોમગાર્ડ વિંગ્સને સરહદી વિસ્તારમાં આવવા-જવા માટે સરળતા રહેશે.

રાજયના ગાહસચિવ ટી.એસ. બીસ્ટના જણાવ્યા પ્રમાણે રાજય સરકારના મુખ્ય સચિવ એકે જોતી કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓએ ત્રણ કલાક સુધી બી.એસ.એફના હેલિકોપ્ટર દ્વારા સરહદ ઊપર.ઊયન કરીને આ રસ્તા અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

હવે ઘડુલી (કચ્છ)થી હાજીપીર, ખાવડા, ધોળાવીરા થઇને બનાસકાંઠા સાંતલપુર પહાચતા ૩૦૦ કિલોમીટરના આ કાચા રસ્તાને પાકો બનાવીને નવા રોડ તરીકે ડેવલપ કરવાની મંજૂરી મળી છે અને આ કામ માટે ૫૦૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે વર્ષોથી અટવાયેલા ઘડુલી-
સાંતલપુર વચ્ચે સરહદી રસ્તા આડેનો અંતરાય હવે ઘટ્યો છે.

સંરક્ષણની દૃષ્ટિએ સરહદ સ્તારની પોલીસ અને બોર્ડર હોમગાર્ડ વગ્સને સરહદી વિસ્તારમાં આવવા-જવા માટે
સરળતા રહેશે અને કટોકટી વખતે જરૂરી કાર્યવાહી થઇ શકશે.

No comments:

Post a Comment