એક કોલેજમાં બેઠક વ્યવસ્થા અને પેપર આપવા બીજી કોલેજમાં જવું પડ્યું.
યુનિર્વિસટીની વિવિધ વિદ્યાશાખાની બીજા તબક્કાની પરીક્ષાનો પહેલી એપ્રિલ એટલે કે ગઇકાલથી પ્રારંભ થઇ ગયો છે. જે અંતર્ગત ફર્સ્ટ પર બીકોમ, (રેગ્યુલર-એકસટર્નલ), ફર્સ્ટ બી.એ. (રેગ્યુલર - એકસ્ટર્નલ,), ફર્સ્ટ બી.સી.એ (રેગ્યુલર-એકસ્ટર્નલ) અને એલએલબી સહિતની વિવિધ પરીક્ષાઓ શરૂ થઇ હતી.
પરંતુ ગઇ કાલે યોજાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં યુનિ.ના છબરડાંઓના કારણે પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને રડાવી દીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ કાલે શરૂ થયેલી યુનિ.ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનાં ગઇ કાલે પેપરના દિવસે જ વિદ્યાર્થીઓને બેટક વ્યવસ્થામાં છબરડાં જોવા મળ્યા. જેમાં વિદ્યાર્થીઓની લાલ દરવાજા સ્થિત લો કોલેજમાં બેઠક વ્યવસ્થા હોય પરંતુ તેમના બેઠક નં.કલાસમાં હતા જ નહિ.
જયારે કેટલાક વિદ્યાર્થીઓનો વેબસાઇટ પર બેઠક વ્યવસ્થા એમ.એન. નાણાવટી કોલેજમાં હોય અને તેમને પેપર આપવા માટે અચાનક જ સહજાનંદ કોલેજમાં જવું પડ્યું હતું આમ વિદ્યાર્થીઓને પ્રથમ પેપરના દિવસે જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અચાનક વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા પ્રમાણે નંબર ન હોવાથી પરીક્ષાના સ્થળે અડધોથી પોણો કલાક મોડા પહાચ્યા હતા.

No comments:
Post a Comment