ભૂતિયા વિદ્યાર્થીઓ અંગે ફરિયાદો આવતા નિર્ણય.
ગુજરાત શિક્ષણ બોર્ડ આગામી જૂન-૨૦૧૧થી માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં નિભાવ ગ્રાન્ટ માટે નવા નિયમો અમલી કર્યા છે.
નવા નિયમો મુજબ બોર્ડ શહેર વિસ્તારમાં ૫૫ ટકા ફરજિયાત હાજરી હશે તો શાળાઓને જ પૂરે પૂરી નિભાવ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડ સમક્ષ ભૂતિયા વિદ્યાર્થીઓ બનાવી કેટલીક શાળાઓ દ્વારા ગ્રાન્ટ મેળવી ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો થઇ છે.
તેમાં પણ ગુજરાતના ઊંડાણવાળા ગામડાઓમાં તો ફકત ભૂતિયા વિદ્યાર્થીઓ જ નહિ પણ ભૂતિયા શાળાઓ પણ ચાલતી હતી. જે અગાઊના વર્ષોમાં જાણવા મળ્યું હતું. તેમા ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં,દક્ષિણ ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ ભૂતિયા શાળાઓ ચાલતી હોવાની માહિતી મળી હતી.
ત્યારે તે વખતે આ ફરિયાદો સામે કોઇ વ્યાપક ફરિયાદો મળી ન હતી. અને સ્થાનિક ડીઇઓએ પણ ત્વરિત કાર્યવાહી ન કરી યેનકેન પ્રકારે શાળાને સમર્થન કરતાં હોવાની વ્યાપક ફરિયાદો શિક્ષણમંત્રી સમક્ષ કરાી હતી.
જેના પગલે શિક્ષણ બોર્ડ સમીક્ષા કર્યા બાદ ગ્રાન્ટના નવા નિયમો અમલી કર્યા છે.પરંતુ મહત્વની બાતમી એ છે કે બોર્ડે અમલી કરેલા નવા નિયમોનો અમલ કયારે થાય છે. ત્યારે હાલમાં બોર્ડના નવા નિયમોમાં ધો.૯થી ૧૨ વર્ગો ચલાવતી શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજિયાત ૮૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ૫૫ ટકા હજારી હોવી જોઇએ.
બોર્ડના નિયમ અનુસાર શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓમાં ૭૫ ટકા હજારી હશે તો ૨૫ ટકા હાજરીની સામે ૮૦ ટકા ગ્રાન્ટ કપાશે.
જયારે ગ્રામ્ય વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦ ટકા હાજરી સામે ૨૫ ટકા, ૪૫ ટકા હાજરી સામે ૫૦ ટકા અને ૪૦ ટકા હજારી સામે ૭૫ ટકા ગ્રાન્ટ કપાશે જે ગ્રાન્ટેબલ શાળાઓમાં વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમો ચાલે છે.તેવી શાળાઓને આ નવા નિયમો લાગુ પડશે નહિ.

No comments:
Post a Comment