Monday, April 4, 2011

Narendra Modi News - સુરક્ષાનાપડકારોને પહાચી વળવામાટે સલામતી ક્ષેત્રે પરિવર્તન જરૂરી

રક્ષા શકિત યુનિ.ના ઊપક્રમે સુરક્ષાના પડકારો સંદર્ભમાં મુખ્ય મંત્રીની ઊપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરાયું.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની રક્ષાશકિત યુનિર્વિસટી દ્વારા સુરક્ષાના વ્યાપક પડકારોને પહાચી વળવા સક્ષમ અને સશકત એવા વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થાપકોની માનવશકિતનું નિર્માણ કરવાની નેમ વ્યકત કરી છે.

રક્ષા શકિત યુનિર્વિસટીના ઊપક્રમે અમદાવાદમાં યોજાયેલા માનવ સંસાધન વિકાસ અને સુરક્ષા ક્ષેત્રના પડકારો વિષયક સેમિનારનું ઊદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિશ્વમાં સુરક્ષા અને સમાજની સલામતીના સમગ્ર ક્ષેત્રમાં સશકિતકરણની નવી વ્યવસ્થા માટેનો સમય પાકી ગયો છે.

આપણી સમક્ષ સુરક્ષાના પડકારો સામે બાથ ભીડવા સશકત એવા કુશળ અને પ્રશિક્ષિત ગ્લોબલ ટેલેન્ટ વર્કફોર્સની સિકયોરિટી ર્સિવસનો પડકાર ઊભો થાય છે અને રક્ષાશકિત યુનિર્વિસટી દ્વારા યુવાનો માટે વિશેષ
લાયકાત ધરાવતા પ્રશિક્ષણનું વ્યવસાયિક ક્ષેત્ર ખુલી ગયું છે.

વર્તમાન સુરક્ષા સેવા અને સુરક્ષા વ્યવસ્થાપનનનું આખું ક્ષેત્ર પરંપરાગત કાર્યશૈલીમાંઆમૂલ પરિવર્તન માંગી લે છે અને તેના માટે નવા આધુનિક, વૈજ્ઞાનિક ચતન સંશાધનની અનિવાર્ય જરૂર છે એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

આ સંદર્ભમાં સુરક્ષા સેવા અને સુરક્ષા વ્યવસ્થાપનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું એક સક્ષમ માનવ સંશાધન વિકાસનું પ્લેટફોર્મ આ યુનિર્વિસટીનું પરિસર બનવાનું છે.

સુરક્ષા સેવામાં વ્યાવસાયિક કૌશલ્ય અને ક્ષમતા નિર્માણથી લઇને જીવનના અનેક ક્ષેત્રોમાં સુરક્ષા વ્યવસ્થાપન માટે દેશવિદેશને ઊપકારક એવું સંશોધન-ચતન પૂરું પાડે તેવા તજજ્ઞો માટે પણ વિશેષ સુવિધા ઊપલબ્ધ થઇ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

No comments:

Post a Comment