Wednesday, April 20, 2011

Gujarat Technical Education Board - ડિપ્લોમા એન્જિનિયરગમાં ૧૫ વર્ષ બાદ કોર્સ બદલાશે

ટેકનોલોજીમાં આવતા સુધારાના કારણે ડિપ્લોમા એન્જિનિયરગમાં ૧૫ વર્ષ બાદ કોર્સ બદલાશે

ડિપ્લોમા એન્જિનિયરગનો કોર્સ અગાઊ ૧૯૯૫-૯૬માં બદલાયો હતો. ગુજરાતમાં આવેલી પોલીટેકનિક સંસ્થાઓમાં ચાલતો ડિપ્લોમા એન્જિનિયરગનો અભ્યાસક્રમ ૧૫ વર્ષ પછી બદલાઇ રહ્યો છે.

આ માટે ગુજરાત ટેક્નોલોજી યુનિર્વિસટી (જીટીયુ) દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. નવા અભ્યાસક્રમનો અમલજૂન ૨૦૧૧થી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિપ્લોમાં એન્જિનિયરગના વર્ષો જૂના અભ્યાક્રમને કારણે સ્તાનિક ઇન્ડસ્ટિ્રઝમાં નિમણૂક બાદ ઊમેદવારોને ઘણી નવી ટેક્નોલોજીનો સામનો કરવો પડે છે. જેના કારણે ઊમેદવારોને ફરજિયાત તેનો અભ્યાસ કરવો પડે છે.

આ પરિસ્થિતિને કારણે ડિપ્લોમાં એન્જિનિયરગના વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઘટી રહી છે. અગાઊ ડિપ્લોમાં એન્જિનિયરગનો અભ્યાસક્રમ વર્ષ ૧૯૫૯-૯૬માં બદલાયો હતો. જયારે ૧૫ વર્ષ પછી ફરી અભ્યાસક્રમ બદલવા નવ નિયુકત જીટીયુ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ માટે જીટીયુના જુનિયર અને સિનિયર અધ્યાપકો અંદાજે ૧૦ હજારથી વધુ ઈન્ડસ્ટિ્રમાં જઇ હાલની જરૂરિયાતને અંગે ચર્ચા હાથ ધરશે. આ ઊપરાંત વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે. તેમજ હાલના સમયમાં સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં કઇ રીતની અને આ ટેક્નોલોજીને અભ્યાસક્રમમાં કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવી તે દરેક બાબતોને ધ્યાનમાં લઇને અભ્યાસક્રમ તેયાર કરાશે ત્યારે મહત્વની બાબત એ છે કે અભ્યાસક્રમ બદલવા માટે પોલીટેકનિક સંસ્થા દ્વારા નિષ્ણાંતોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. અને આ ટીમ દ્વારા આખો અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે તેમાં વિદ્યાર્થીઓના સૂચનો પણ ધ્યાને લેવામાં આવશે.

No comments:

Post a Comment