Thursday, April 28, 2011

Ambaji Mandir Gujarat - દાન કરવા લાઇનો નહ લાગે




આ રીતે કરાશે એટીએમમાંથી દાન !

સ્ટેટ બેન્કમાં ખાતુ ખોલાવનાર દરેક ભકત એટીએમ દ્વારા દાન કરી શકશે તે માટે એટીએમના મેનૂમાં ટેમ્પલ ડોનેશનનો વિકલ્પ આવશે.

તેના પર કિલક કરવાથી જુદા જુદા મંદિરોના નામ આવશે. તેમાં અંબાજી મંદિરના વિકલ્પ પર કિલક કર્યા બાદ દાનની રકમ લખવાની રહેશે ત્યારબાદ ‘યસ’ના વિકલ્પ પર કિલક કરવાથી ખાતેદારના ખાતામાંથી એટલી રકમ ઓછી થઇ મંદિરના ખાતામાં જમા થઇ જશે.

આ ઊપરાંત માતાજીના આશીર્વાદ સાથેની પહાચ પણ મળશે. આ દાનની રકમ આવકવેરામાંથી મુકિતપાત્ર રહેશે.

અંબાજી મંદિરના નજીકના એટીએમમાંથી મંદિરમાં દાન કરી શકાશે : આ દાનની રકમ આવકવેરામાંથી કરમુકિત રહેશ.

આધુનિક યુગમાં દરેક વાત શકય છે સમય જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ દરેક વસ્તુમાં આધુનિકતા
આવે છે હવે તો ભગવાના મંદિરે દાન કરવા માટે પણ રાહ જોવી કે લાઇનમાં ઉભા રહેવું નહ પડે.

એટીએમ મશીનથીજ દાન કરી શકાશે. તિરૂપતિ બાલાજી, વૈષ્ણોદેવી જેવા ખ્યાતનામ યાત્રાધામો પર ભગવાનના દર્શન માટે ભકતોનો વારો નક્કી કરવા માટે જે રીતે ઈલેકટ્રોનિક ઊપકરણોની મદદ લેવાય છે તે જ રીતે અરવલ્લીની પર્વતમાળામાં બિરાજમાન આરાસુરી અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા ભાવિકો એટીએમ મશીનથી દાન કરી શકશે.

કોઇ ભાવિક ભકત અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા હોય પરંતુ તે પ્રત્યક્ષ રીતે માતાજી સુધી પહાચીના શકતો હોય તો નજીકનાજ એસબીઆઇના એટીએમ સેન્ટરથી પોતાની ઈચ્છા પૂરી કરી શકશે.

સામાન્ય રીતે દરેક ર્ધાિમક સ્થળોમાં એટલીબધી ભીડ રહેતી હોય છે કે ભકતો અમુકવાર તો માતાના દ્વારે પહાચીને પરત ફરે છતાં દાન કરી શકતા નથી તો વળી અંબાજી માતાના ધામમાં તો બારેમાસ ભકત મહેરામણ રહે છે.

દાન-ધર્મની લાંબી-લાંબી કતારો લાગે છે પરંતુ હવે દાન કરવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહ પડે કારણ કે હવે કોઇપણ ભકત માતાજીને દાન કરવા માટે નજીકના એસબીઆઇ એટીએમ મશીનથી દાન કરી શકશે.

જો કે આ માટે મંદિરના નજીકના જ વિસ્તારોમાં વધુ એટીએમ મશીન મૂકવાની પણ વિચારણા ચાલી રહી છે. ભકતો હવે એટીએમથી દાન કરશે અને માતાજી એટીએમ મશીન દ્વારાજ આશીર્વાદનું ફળ આપશે.

No comments:

Post a Comment