Tuesday, April 12, 2011

જાપાનમાં૭.૪નીતીવ્રતાનોફરી ભૂકંપ - સુનામીની ચેતવણી જારી

વિનાશકારી ભૂકંપ બાદ જાપાન તેની અસરથી બહાર નિકળે તે પહેલા ફરીવાર પ્રચંડ ભૂકંપ  દરિયાકાંઠાથી લોકોને સુરક્ષિત ખસેડાયા.

જાપાનમાં આજે મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૭.૪ જેટલી આંકવામાં આવી હતી. વિનાશકારી ભૂકંપ અને ત્યારબાદના સુનામીના કારણે અભૂતપૂર્વ જાનમાલના નુકસાનમાંથી જાપાન બહાર નિકળે તે પહેલા જ ફરી એકવાર પ્રચંડ આંચકો આજે અનુભવાયો હતો જેથી ઊત્તરપૂર્વીય જાપાન હચમચી ઊઠ્યુ હતુ.

ગયા મહિનાના વિનાશક ભૂકંપથી તારાજ થયેલા દરિયા કાંઠાના વિસ્તાર માટે સુનામી ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામીના કારણે ન્યૂકિલઅર પાવરપ્લાન્ટને પણ નુકશાન થયુ હતુ જેના લીધે જાપાન હજુ પણ પરેશાન છે.

નવેસરના પ્રચંડ ભૂકંપથી નુકશાનના કોઇ અહેવાલ મળ્યા નથી પરંતુ સુનામીની ચેતવણી જારી કરવામાં આવતા લોકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા.

૧૧મી માર્ચના દિવસે નવની તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ ઈતિહાસના સૌથી વિનાશક સૂનામીમાં હજારો લોકોના મોત થઇ ગયા બાદ ફરી એકવાર જાપાનમાં આ આંચકો આવ્યો હતો. વિનાશક ભૂકંપ અને સુનામી બાદ ફુકુશિમા પ્લાન્ટને નિયંત્રણમાં લેવા જાપાન સંઘર્ષ કરી રહ્યુ છે ત્યારે એક પછી એક આફત તેના પર આવી રહી છે. હાલના ભૂકપમાં ૨૮૦૦૦ લોકોના મોત થઇ ગયા હતા.

No comments:

Post a Comment