૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને રાજય સરકાર દ્વારા હવે અમ્યુકોના દરેક પ્રોજેકટનું સીધું
મૂલ્યાંકન થશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશભરમાં સૌપ્રથમ શરૂ કરાયેલી બીઆરટીએસને મળેલી સફળતાને લક્ષમાં લઇને આરટીઓથી નરોડા પાટિયાના રૂટની સફળતા બાદ હવે ફેઝ-૨ની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે.
આમ, શહેરના બહારના વિસ્તારને આવરી લીધા બાદ હવે શહેરના આંતરિક માર્ગોને પણ આ સેવા ઊપ્લબ્ધ કરાવવા સત્તાવાળાઓ દ્વારા કમર કસવામાં આવી છે.
જો કે ગાંધીનગરના પરિણામો બાદ હવે અમ્યુકોના દરેક પ્રોજેકટ ઊપર રાજય સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે.
બીઆરટીએસના ફેઝ-૨ના પેકેજને રૂ. ૧૨૯.૨૧ કરોડના ટેન્ડર દ્વારા મંજૂર પણ આપી દેવામાં આવી છે. આ પેકેજમાં નહેરુનગર ચાર રસ્તાથી શરૂ કરીને પાંજરાપોળ ચાર રસ્તા અને ત્યાંથી પાસપોર્ટ આૅફિસથી ટર્ન
લઇને ગુલબાઇ ટેકરા બીએસએનએલની આફિસ પાસેથી લાલ બંગલા સીજી રોડને ક્રોસ કરીને સમગ્ર રૂટ આગળ વધશે.
જે સમર્થેશ્વર મહાદેવ-ચકલી ફુવારા થઇને એનસીસી ગ્રાઊન્ડ ગેટ પાસે થઇને બાઇબલ હાઊસ પહોચશે. જયાંથી હાલ નવા આકાર લઇ રહેલા ફલાય ઓવર બિ્રજ ઊપર થઇને આ રૂટને એલીસબિ્રજ ઊપર લઇ જવાશે.
એલિસબિ્રજ ઊપરથી પસાર થઇને આ રૂટ વિકટોરિયા ગાર્ડન, ખમાસા, આસ્ટોડિયા ગીતા મંદિર જશે. જયાંથી એક રૂટ ભૂલાભાઇ થઇને દાણીલીમડા લઇ જવાશે જે હાલના કાંકરિયા તેમજ નારોલના રૂટને ટચ કરશે. જયારે
ગીતામંદિર પહાચેલા રૂટને બીજી તરફ ન્યૂ કલોથ માર્કેટ તરફ ડાયવર્ટ કરાશે. જે રૂટ વાડજદૂધેશ્વર તરફથી આવીને દિલ્હી દરવાજા - પ્રેમ દરવાજા થઇને એલીવેટેડ બિ્રજ કાલુપુર સ્ટેશન થઇને ન્યૂ કલોથ માર્કેટ સુધી
આવનારા રૂટની સાથે જોડાઇ જશે.
No comments:
Post a Comment