આચાર્યો માટેની તાલીમ શાળા ૧૩મી તારીખથી ૧૫મી તારીખ સુધી ચાલશે.
રાજયભરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખો હવે નજીક આવતી જાય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં
કયાં એડમિશન લેવું અને કંઇ ફેકલ્ટીમાં ભણવું વગેરે જેવી તમામ બાબતોની ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે
વાલીઓ પણ પોતાના બાળકના પરિણામની રાહ જોઇ રહ્યા છે.
જેથી જેવું પરિણામ હાથમાં આવેકે પછી તરત જ વિદ્યાર્થીઓના એડમિશન માટે દોડાદોડ શરૂ થઇ જાય. પરંતુ
સૂત્રોના જણાવ્યા અનુસાર ધો.૧૨ સાયન્સનું પરિણામ તારીખ ૧૨મી મેના રોજ જાહેર થઇ જશે.
પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ સાયન્સના પરિણામની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જેમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
ત્યારે આ અંગે ગુજરાત હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડના એકઝામિનેશનન સેક્રેટરી એસ.એમ. રબારીએ જણાવ્યું હતું કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહનું
પરિણામ ૨૬મી મેના રોજ જાહેર કરાશે. પરંતુ ૧૨મીમેના રોજ પરિણામ જાહેર થઇ ગયા પછી પણ વિદ્યાર્થીઓને
માર્કશીટ માટે લાંબી રાહ જોવી પડશે.
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણામ ૧૨મીમેએ જાહેર થવાનું છે. ત્યારે શાળાઓના આચાર્યો માટેની તાલીમશાળા ૧૨મીમેથી શરૂ થઇ રહી છે. જે ૧૫મી મે સુધી યોજાશે. આને કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવા માટે રાહ જોવી પડશે.
No comments:
Post a Comment