Monday, April 18, 2011

AICTE News 2011 - નવી ટેકનિકલ કોલેજો શરૂ કરવા ઓનલાઇન દરખાસ્તો મંગાવી



વિવિધ રાજય સરકારો પણ નવી કોલેજો માટેની દરખાસ્તો કરી શકશે.

આલ ઈન્ડિયા કાઊન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન (એઆઇસીટીઇ) દ્વારા દેશભરમાંથી નવી ટેકનિકલ કોલેજો શરૂ કરવા માંગતા સત્તામંડળો, શૈક્ષણિક સંસ્ખાળો અને રાજય સરકારો પાસે ઓનલાઇન દરખાસ્તો મંગાવવાની જાહેરાત કરી દીધી છે.

અગામી શૈક્ષણિક સત્રમાં ટેકનિકલ કોલેજોની માન્યતા મેળવવા માટે નિયત સમયમાં કોલેજ શરૂ કરવા માંગતી સંસ્થાઓ કે રાજય સરકારોએ ઓનલાઇન અરજી સ્વરૂપે દરખાસ્ત મોકલવાની રહેશે. એઆઇસીટીઇ દ્વારા ઓનલાઇન દરખાસ્ત નવી ટેક્નીકલ કોલેજો શરૂ કરવા માટે મંગાવવામાં આવી રહી છે.

જેમાં જે કોર્સ શરૂ કરવા માંગતા હોય તે કોર્સ વિશેની પણ ખાસ નાધ કરવાની રહેશે. એઆઇસીટીઇના નિયમોને અનુસારનારી અને પૂર્ણાતા કરનારી દરખાસ્તોને સ્વીકાર્યા બાદ મંજૂરી મળવા પાત્ર રહેશે. જે દરખાસ્તો મંજૂર થશે. તેવી દરખાસ્તોને આ શૈક્ષણિક વર્ષથી નવી કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવશે.
એઆઇસીટીઇની નિયમો પ્રમાણે તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ફેકલ્ટીઓ, ભૈતિક સુવિધાઓ અને બીજા માપદંડો દરખાસ્તમાં મૂકવામાં હોય તે ખરેખર છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન દરખાસ્તમાં મોકલેલી વિગતોમાં ક્ષતિ જણાય કે માહિતી ખોટી મોકલી હોય તેવું સાબિત થાય તો તેવી દરખાસ્તોને તાત્કાલિક ધોરણે રદ્ પણ કરવાનો અધિકાર એઆઇસીટીઇને છે અને ભવિષ્યમાં એ શૈક્ષણિક સંસ્થાઓની દરખાસ્ત હંમેશ માટે ન લેવી તેવો નિર્ણય પણ એઆઇટીસીટીઇ કરી શકે છે. અગામી બે દિવસમાં એઆઇસીટીઇની સતાવાર વેબસાઇટ પર દરખાસ્ત મોકલી શકાશે.

No comments:

Post a Comment