રાજયની ૪ મેન્ટલ હોસ્પિટલો પૈકી અમદાવાદની હોસ્પિટલ સૌથી મોટી.
ગુજરાતમાં હાલની સ્થિતિએ અમદાવાદ, વડોદરા, જામનગર અને ભુજ ખાતે માનસિક (મેન્ટલ) રોગોના દર્દીઓની હોસ્પિટલ આવેલી છે. જેમાં કુલ ૬૮૩ રોગી રાખવાની ક્ષમતા રહેલી છે.
માનવઅધિકાર પંચની ભલામણો અનુસાર રાજયમાં ઓછામાં ઓછી બે માનસિક આરોગ્યની હોસ્પિટલ હોવી
જરૂરી છે. જેની સામે ગુજરાત રાજયમાં માનસિક આરોગ્યની ચાર હોસ્પિટલો કાર્યરત છે.
રાજયમાં મેન્ટલ હોસ્પિટલોની ક્ષમતા અંગેનો પ્રશ્ન જોડિયાના ધારાસભ્યએ પૂછતાં આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૩૧ જુલાઇ ૨૦૧૦ની સ્થિતિએ ચાર માનસિક આરોગ્યની હોસ્પિટલો આવેલી છે તે પૈકી અમદાવાદમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ૩૧૭ પથારીઓની ક્ષમતા છે, વડોદરામાં આવેલી હોસ્પિટલમાં ૩૦૦ પથારીની ક્ષમતા છે, જામનગરની હોસ્પિટલમાં ૫૦ અને ભુજ ખાતે આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ૧૬ પથારીઓની ક્ષમતા છે.
વધુમાં જણાવતા આરોગ્ય પ્રધાને કહ્યું કે મેન્ટલ હેલ્થ એકટ ૧૯૮૭ મુજબ ભારત સરકારની માર્ગર્દિશકા નેશનલ મેન્ટલહેલ્થ પ્રોગ્રામ, નામદાર સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અને નોર્મ્સ, માનવઅધિકાર પંચની ભલામણો અનુસાર રાજયમાં ઓછામાં ઓછી બે માનસિક આરોગ્યની હોસ્પિટલો હોવી જરૂરી છે તેની
સામે ગુજરાત રાજયમાં ચાર માનસિક આરોગ્ય હોસ્પિટલો કાર્યરત છે તેવી માહિતી આપી હતી.
રાજય સરકારે માનસિક રોગીઓ સામે મનોચિકિત્સકોની સંખ્યા ખુબજ ઓછી હોવાથી આ દિશામાં આરોગ્ય તંત્રને ઝડપથી નવા માનસિક ચિકિત્સકો ઊભા કરવાની ખાસ તાકીદ કરી છે.
અને આ સંદર્ભમાં વિશેષ બજેટની પણ ફાળવણી કરી છે.

No comments:
Post a Comment