Tuesday, April 12, 2011

છેલ્લાંકેટલાય વર્ષોથી કામ કરતાં નથીતેમ છતાં શિક્ષકો પગાર લે છે

અમદાવાદ સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪૦૦થી વધુ શિક્ષકો ફાજલ પડ્યા છે છતાં પગાર ચાલુ છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષની બોર્ડ દ્વારા થોડા મહિના પહેલા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો.

જેમાં માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ ઓછામાં ઓછા ૩૬ અને વધુ ૬૦ વિદ્યાર્થીઓની (૩૬+૬૦)નો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે.

ત્યારે કેટલાંક શાળા સંચાલકો એવી ભીતિ વ્યકત કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ ન થતાં બે વર્ગો બંધ કરવા પડશે
અને તે શિક્ષકો બેકાર પડશે.

આમ શહેરમાં - ગ્રામ્યમાં આશરે ૩૦૦૦થી વધુ શિક્ષકો ફાજલ પડશે હાલમાં પણ છેલ્લાં કેટલાય વર્ષોથી ૧૪૦૦ જેટલા શિક્ષકો પગાર લે છે પણ ફાજલ હોવાના કારણે તેઓ શિક્ષણ કાર્ય કરતાં નથી.

અમદાવાદ ડીઇઓ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં થોડા વર્ષો પહેલાં વ્યવસાયિક પ્રવાહ બંધ થયા બાદ અને કેટલીક શાળાઓ બંધ પડવાના કારણે આશરે ૧૪૦૦ જેટલાં શિક્ષકો વર્ષોથી ફાજલ પડ્યા છે. પછી તેઓ શિક્ષણ કાર્ય કરતાં નથી પણ લાખો રૂપિયાનો પગાર લે છે.

હવે ફરી હજારો શિક્ષકો ફાજલ થવાની સંભાવના છે. બોર્ડના નવા પરિપત્ર પ્રમાણે ૩૬+૬૦નો રેશિયો વર્ગદીઠ નક્કી કરવામાં આવે છે. પણ આ પરિપત્ર અમલમાં આવવાથી વર્ગો બંધ થશે.

આશરે ૩૦૦ જેટલા શિક્ષકો ફાજલ થશે. ફાજલ થયેલા શિક્ષકોને શિક્ષણ કાર્ય કર્યા વગર લાખોનો પગાર ચૂકવવો પડશે.

No comments:

Post a Comment