Tuesday, April 12, 2011

૧૮૬ તાલુકા વિકાસ અધિકારીની ગ્રામ્ય વિકાસ એજન્સીમાં બદલી

બદલીના વિરોધમાં ગઇકાલે તાલુકા વિકાસ અધિકારી મહામંડળની બેઠક યોજાઇ

રાજયના ૧૮૬ તાલુકા વિકાસ અધિકારીઓની પ્રતિનિયુકિતના ધોરણે તાલુકા વિકાસ અધિકારી (ગ્રામવિકાસ) વર્ગ-૨ની જગ્યાએ બદલી કરવામાં આવતા ટીડીઓ તરીકે ફરજ બજાવતા અધિકારી સંવર્ગમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જયારે ટીડીઓની ગ્રામવિકાસ એજન્સીઓમાં પ્રતિનિયુકિતને પગલે નરેગાના કામોને વેગ મળશે તેવી આશા વ્યકત કરાઇ હતી. રાજયના પંચાયત, ગ્રામગાૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયના ૧૮૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ બદલીની નવી મંજૂર થયેલી તાલુકા વિકાસ અધિકારી (ગ્રામવિકાસ) વર્ગ-૨ની સંવર્ગની જગ્યાએ પ્રતિનિયુકિતના ધોરણે બદલી કરવામાં આવતા કર્મચારી સંગઠનમાં રોષની લાગણી વ્યાપી છે.

આ નિર્ણયના વિરોધમાં તાલુકા વિકાસ અધિકારી મહામંડળની સંકલન બેઠક ગઇકાલે ગાંધીનગર તાલીમ ભવનમાં મળી હતી. જે મીટગમાં ગ્રામવિકાસના ટીડીઓ તરીકેની નિમણૂકને પગલે ઉભા થનાર પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે ગ્રામવિકાસ એજન્સીની નરેગા યોજના, આવાસ યોજના સહિતની કામગીરી ટેકનિકલ કર્મચારીઓદ્વારા કરવામાં આવે છે.

આ કર્મચારીઓની માત્ર ૧૧ માસના કરાર આધારિત ફિકસ પગારથી ભરતી કરવામાં આવે છે. જેના કારણે તેમની જવાબદારી ફિકસ થતી નથી. જે અંતર્ગત સંબંધિત કર્મચારીઓને બદલે ટીડીઓને જવાબદાર ગણવામાં આવે છે.

No comments:

Post a Comment