Friday, April 22, 2011

Western Railway News 2011 - બધી ટ્રેનોમાં હવે હાઇટેક જર્મન કોચ

રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાની ઘટનાના અનુસંધાનમાં રેલ્વેએ હવે જર્મન ટેક્નોલોજી આધારીત લક હોપમન બુશ(એલએચબી) ટેક્નોલોજી ધરાવતા કોચ જનરલ મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં ગોઠવવાની
યોજના ઘડીકાઢી છે.

તમામ ટ્રેનોમાં હાઇટેક જર્મન કોચ ગોઠવી દેવામાં આવશે. આ કોચમાં વિશેષ પ્રકારની સુવિધા હશે. આ કોચમાં એડવાન્સ કપલર્સ રહેશે. ઊપરાંત આગને રોકી શકે તેવી ગુણવત્તા પણ હશે. હાલમાં એલએચડી કોચ રાજધાની, શતાબ્દી અને દુરન્તો જેવી પ્રિમિયર ટ્રેનોમાં જ ઊપયોગ કરવામાં આવી રહ્યા છે. હવે મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં
તબક્કાવાર રીતે એલએચબીની કોચ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કોચ અતિઆધુનિક હશે. કોચને જોડવા માટે આધુનિક કપલર્સ હશે. તબક્કાવાર રીતે કોચ ગોઠવવાની દિશામાં પગલા લેવામાં આવશે. કન્વેન્સનર અથવા પરમપરાગત કોચ તૈયાર કરવામાં ૧.પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે એલએચબી કોચ તૈયાર કરવા પાછળ ર.પ કરોડનો ખર્ચ તૈયાર કરવામાં આવ્યો છે. એલએચબી કોચ એન્ટી ટેરેસ કોપીક છે.

અકસ્માત થવાની અથવા તો કોઇપણ ટ્રનના ડબ્બા પાટાપરથી ખરી પડવાની સ્થિતિમાં આ કોચ વળી જતા નથી. જર્મનીથી ટેક્નોલોજી ટ્રાન્ફર હેઠળ તૈયાર કરવામાં આવેલા આ પ્રકારના કોચ બે કોચને જોડવા ઓટોમેટિક
કપલર્સ ધરાવે છે.

No comments:

Post a Comment