ઘણી ફલાઇંગ સ્કૂલો માત્ર પ૦ કલાક જ ફલાઇંગ કરાવી જરૂરી ર૦૦ કલાક માટે પ્રમાણપત્ર આપે છે.
બનાવટી પાયલોટ કૌભાંડ સપાટી પર આવ્યા બાદ દેશના લોકો સુરક્ષાને લઇને પ્રશ્નો ઊઠાવી રહ્યા છે ત્યારે ફલાઇંગ સ્કૂલને સૌથી મોટા ગુનેગાર તરીકે નિષ્ણાંતો ગણી રહ્યા છે.બનાવટી પાયલોટના કૌભાંડમાં સામેલ રહેલા લોકોની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
ભારતમાં કામ કરી રહેલા ૪પ૦૦ પાયલોટ પૈકીના ઘણા પાયલોટોની યાદી તૈયાર કરવામાં આવી છે. રપ૦૦થી
વધુ સહપાયલોટ અને ફલાઇંગ સ્કૂલોના પેપરોની ચકાસણી થઇ રહી છે. ઊપરોકત પુરાવાથી જાણવા મળે છે કે આ કૌભાંડમાં ત્રણ મુખ્ય વિલન ઓળખાઇ આવ્યા છે. જેમાં સૌથી મોટા ગુનેગાર તરીકે ફલાઇંગ સ્કૂલો છે. આ ઊપરાંત ડીજીસીએની સેન્ટ્રલ એકઝામિનેશ ઓફિસ(સીઇઓ) અને તેની લાઇસેનગ બ્રાન્ચનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment