Tuesday, April 12, 2011

Sathya Sai Trusts - ૪૦૦૦૦ કરોડના ટેકઓવરની હિલચાલ

ટેકઓવરની જરૂર છે કે કેમ તે પાસામાં ચકાસણી કરશે, ટ્રસ્ટના કામની તપાસ  સાંઇબાબાની હાલત ચતાજનક. 
ટ્રસ્ટની કામગીરીની તપાસ:-

(1) સત્ય સાઇબાબા ટ્રસ્ટની કામગીરીની તપાસ
(2) સત્ય સાઇબાબા સેન્ટ્રલ ટ્રસ્ટને ટેક ઓવર કરવાની જરૂર
છે કે કેમ તેમાં ચકાસણી
(3) ટ્રસ્ટમાં તમામ વ્યવસ્થા છે કે કેમ તેમાં ચકાસણી
(4) ટ્રસ્ટમાં યોગ્ય એકાઊન્ટગ સિસ્ટમ છે કે કેમ તેમાં તપાસ
(5) ટ્રસ્ટમાં ખર્ચ વ્યવસ્થા પર કોઇ લોકો નજર રાખે છે કે કેમ તેમાં પણ ચકાસણી

વિશ્વભરમાં ૧૨૦૦ સત્ય સાઇબાબા સેન્ટરો છે જે સ્કુલો,હોસ્પિટલ, હેલ્થ સેન્ટર ચલાવે છે.સત્ય સાઇના સેન્ટરોને વિશ્વભરમાંથી ડોનેશન મળે છે.

સત્યા સાઇ બાબાની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેના માટે તેમના મોટી સંખ્યામાં સમર્થકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ ૪૦૦૦૦ કરોડના સત્ય સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટના
ટેકઓવરના મામલે સમીક્ષા અને ગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

આંધ્રપ્રદેશ સરકારે પાંચ સભ્યોની ટીમ પુટ્ટાપાર્થીમાં મોકલી દીધી છે જે ૪૦૦૦૦ કરોડના સત્યા સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટને રાજય ટેકઓવર કરી લે તેવી કોઇ જરૂર છે કે કેમ તે મામલે ચકાસણી કરશે. ટ્ર્સ્ટની સંપત્તિ જાહેર
કરનાર ઈન્કમટેકસ વિભાગે પણ કહ્યુ છે કે આ ટ્રસ્ટને મળનાર તમામ ડોનેશન સંપૂર્ણપણે ટેકસમુકત છે.

ચતાજનક બાબત એ છે કે આ ટ્રસ્ટને કરોડો રૂપિયા ર્વાિષકરીતે વિદેશી વ્યકિતગત તરફથી ડોનેશરરૂપે મળે છે. સત્ય સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટમાં તમામ વ્યવસ્થા યોગ્યરીતે આગળ વધી રહી છે કે કેમ તેમાં પાંચ સભ્યોની
ટીમ ચકાસણી કરશે. આ ટ્રસ્ટમાં યોગ્ય એકાઊન્ટગ સિસ્ટમ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવશે. ટ્રસ્ટમાં ખર્ચ વ્યવસ્થા પણ છે કે કેમ તેની ખાતરી કરાશે. આવી બાબતમાં ખામી દેખાશે તો રાજય સરકાર ટ્રસ્ટને ટેક ઓવર કરવા વિચારણા કરશે તેમ ટોચના સરકારી સુત્રોએ કહ્યુ છે.
પાંચ સભ્યોની ટીમમાં મુખ્ય સચિવ, નાણાં એલવી સુબ્રમણ્યમ, મુખ્ય સચિવ, આરોગ્ય પીવી રમેશ, ડિરેકટર ઓફ મેડિકલ એજયુકેશન રઘુ રાજુ, ઓસ્માનિયા જનરલ હોસ્પિટલના ર્કાિડયોલોજીસ્ટ લક્ષ્મણરાવ અને ઓજીએચ જનરલ ફિઝિશિયન ભાનુપ્રસાદનો સમાવેશ થાય છે.
એક બાજુ તબીબો સાઇબાબાના આરોગ્ય પર નજર રાખશે અને તેમને મળશે જયારે બીજીબાજુ અન્ય સભ્યો ટ્રસ્ટના સભ્યોને મળશે અને સેન્ટ્રલ ટ્રસ્ટ હેઠળ બાબા દ્વારા ચલાવવામાં આવતી ચેરિટેબલ સ્કિમમાં કરાતા ખર્ચ માટે કોઇ વ્યવસ્થા છે કે કેમ તેની ખાતરી કરશે.

આ ટ્રસ્ટ યુનિર્વિસટી કોમ્પ્લેકસ, સ્પેશિયાલિટી હોસ્પિટલ, વર્લ્ડ રિલિઝિયસ મ્યુઝિયમ, ચેતન્ય જયોતિ, મ્યુઝિક કોલેજ સહિતની ઘણી સંસ્થાઓ ચલાવે છે. આ ઊપરાંત વિશ્વભરમાં ૧૨૦૦ સત્ય સાઇબાબા સેન્ટર આવેલા છે જે સ્કૂલ અને હેલ્થ તથા કલ્ચરલ સેન્ટર ચલાવે છે. ટ્રસ્ટના ચેરમેન તરીકે સાઇબાબા છે.

No comments:

Post a Comment