Saturday, April 9, 2011

Gujarat Vidyapith Ahmedabad - અધ્યાપકોના ગૂજલીશ બોલવા પર પ્રતિબંધ મુકયો



અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ
માં ગૂજલીશ બોલનારા અને જોડણીની ભૂલો કરનારા અધ્યાપકોને જરૂર પડે તાલીમ પણ અપાશે.

આઝાદીની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ અંગ્રેજી શિક્ષણનો વિરોધ કરવા માટે અને દેશમાં ચારિત્ર્યવાન યુવાનો તૈયાર કરવા માટે ઇ.સ.૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠનો પાયો નાખ્યો.

ગાંધી ગુજરાતી ભાષા અને તેની જોડણી ખુબ મહત્વ આપતા તેઓએ સાર્થ જોડણી કોશ બનાવતી વેળાએ કહ્યું હતું કે હવે કોઇને ખોટી જોડણી લખવાનો અધિકાર નથી. પણ હમણાંથી ગૂજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓએ
અધ્યાપકોને જહેરમાં ‘ગૂજલીશ’ બોલવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને હવે અધ્યાપકોની ગુજરાતી જોડણી સુધારવા માટે તાલીમ રાખવાનું પણ આયોજન વિચારી રહ્યાં છે.

હાલમાં જ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અધ્યાપકોએ જાહેરમાં અને ગૂજરાત વિદ્યાપીઠના કોઇ કાર્યક્રમમાં અંગ્રેજી શબ્દો ન બોલવા અને શુદ્ધ ગુજરાતી બોલવાની સલાહ આપવામાં આવી છે.

ઊપરાંત દરેક જુદાં-જુદાં વિભાગોના અધ્યાપકોની ગુજરાતી ભાષાને લઇને જોડણીની ભૂલોની વિદ્યાપીઠના સત્તાવાળાઓ વધારે ચતા કરે છે. જેમાં હવે જો અધ્યાપકોની વારંવાર જોડણીમાં સુધારો નહિ દેખાય તો તેમના માટે જોડણી સુધાર તાલીમ રાખવામાં આવશે તેવું સૂત્રો કહે છે.

No comments:

Post a Comment