Saturday, April 9, 2011

Ahmedabad Municipal Corporation - કૂતરાની ‘ખસ્સી’ બાબતે નિષ્ફળ




દર મહિનેસરેરાશનાધાતા૨૫૦૦ કેસ - હડકવાવિરોધી રસીપાછળ કરોડોનુંઆંધણ.

વર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવે છે.

શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. તેમાં પણ રખડતા કૂતરાનો વસ્તી વધારો
નાથવામાં સદંતર નિષ્ફળ નિવડેલું નઘરોળ મ્યુનિ. તંત્ર તરફથી કૂતરાની વસતી ગણતરી કરવાનું આયોજન
કરવામાં આવ્યું હતું પરંતુ મ્યુનિ.ના એ કામ સામે પણ અનેક શંકાઓ ઊદ્ભવી હતી.

કૂતરાના ખસીકરણની બાબતે મ્યુનિ. તંત્ર સાવ બેદરકાર રહેતા રખડતા કૂતરાના વસતી વધારાથી નાગરિકો ત્રાહિમામ્ પોકારવા સાથે તેનો ભોગ બનવા લાગતા મ્યુનિ. તંત્ર પર નાગરિકો ફિટકાર વરસાવવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. રખડતા કૂતરાઓની વસતી કાબૂમાં લેવા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૦૬માં ખસીકરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તંત્ર દ્વારા એનિમલ હેલ્પ ફાઊન્ડેશન નામની સંસ્થાને ખસીકરણનું કામ સાપવામાં આવ્યું હતું તે સમયે આ સંસ્થાએ ૪૪ હજાર કૂતરાની ખસી કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ સંસ્થાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા પછી કોઇ અગમ્ય કારણોવસાત આ સંસ્થાને ફરી ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો ન હતો.

ત્યાર બાદ તંત્ર દ્વારા ખસીકરણ અંગેના ટેન્ડર બહાર પાડ્યા હતાં પરંતુ કોઇ સંસ્થા આવી ન હતી. અને જે સંસ્થા છેલ્લે છેલ્લે આવી તેને ખસીકરણનો અનુભવ ન હતો.

આ પ્રક્રિયા લંબાતા ખસીકરણનું કામ ખોરંભે પડ્યું હતું. રખડતા કૂતરા પકડવા મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ પાસે ટાંચા સાધનો છે અને સ્ટાફનો અભાવ પ્રવર્તે છે. તેમાં કૂતરાને સાણસાથી પકડવાની ક્રિયા સામે વિરોધ ઊઠતા રખડતા કૂતરા પકડવા માટે જાળીનો ઊપયોગ કરવા સૂચન કરાતા તે માટે જાળી વસાવી અને ખાસ સ્ટાફને જાળી દ્વારા કૂતરા પકડવાની ટ્રેનગ આપવામાં આવી આટઆટલો ખર્ચો કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જેવી બની રહી છે. જેના કારણે વિશ્વકક્ષાએ બદનામી થતાં તાત્કાલિક એનિમલ હસબન્ડરી નામની સંસ્થા સાથે કરાર કર્યા છે જે મ્યુનિ.ના સ્ટાફને વૈજ્ઞાનિક ઢબે કૂતરા પકડવાની તાલીમ આપશે.

અને રસીકરણ કાર્યક્રમમાં પણ મદદ કરશે. હ્યુમન સોસાયટીના રિપોર્ટ અનુસાર શહેરમાં બે લાખથી વધુ કૂતરા છે. અસામાન્ય વધારાને લીધે કૂતરા કરડવાના બનાવે પણ ચતાજનક હદે વ ધી છે.

છેલ્લાં ચાર વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જેના માટે મ્યુનિ.નું નભર તંત્ર જવાબદાર છે. કૂતરા કરડવાના અસામાન્ય વધારાની સાથે તંત્ર પર ર્આથક બોજો પણ વધતો જાય છે. હડકવા વિરોધી રસી માટે વરસે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

એક દર્દીને ઇન્ટ્રાડર્મલ (હડકવા વિરોધી) રસી આપવા પાછળ રૂા. ૧૫૦૦નો ખર્ચ થાય છે. મ્યુનિ. તંત્રની
બેદરકારી બાબતે કેન્દ્ર સરકારે પણ કડક વલણ અખત્યાર કર્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક જાણકારી અનુસાર દેશમાં દરવર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે.

કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવેછે. હડકવાના કારણે વરસે દહાડે સકડો વ્યકિત માૃત્યુ પાસે છે. જેની ગંભીરતા જોતા આયોજન પંચે ખાસ નિર્દેશ જાહેર કર્યો છે. જેમા હડકવાથી થતા માૃત્યુનો દર અટકાવવા કરડતા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરવો, હડકવા મુકત વિસ્તારો જાહેર કરવા વગેરેનો સમાવેશ છે. વર્લ્ડ વાઇડ વેટનરી સેન્ટરના વડાએ કરેલા ખાસ સૂચનોમાં જણાવ્યું હતું કે સતત ૨૪ કલાક બે ટીમ રસીકરણનું કામ કરેતો કૂતરાની વસતી કાબુમા આવી શકે આ માટે દર મહિને સાતથી આંઠ હજાર કૂતરાને વેકસીન આપવી જોઇએ.

વસતીના ૭૦ ટકા કૂતરાના ખસીકરણ છ માસમાં થવા જોઇએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી બદનામી રોકવા માટે મ્યુનિ. તંત્રએ કૂતરાની વસતી ગણતરીતો કરાવી પરંતુ તેમની વસતીને કાબૂમાં લેવા માટે રસીકરણ આયોજન કર્યું પરંતુ તે માત્ર કાગળ ઊપર જ રહેવા પામ્યું છે.

સ્ટેન્ડગ કમિટીના ચેરમેન અસિત વોરા હતા ત્યારે મોટીમોટી જાહેરાતો કરી, કૂતરાના વાડા તૈયાર કરવા જગ્યાઓ દર્શાવી પરંતુ તે બધું હવાતિયા મારવા જેવું સાબીત થયું છે.

મ્યુનિ.ના વહીવટી તંત્રના શાસકો એસી ચેમ્બરોમાં મસમોટા આયોજનો કરે છે. રૂપાળા નામો અપાય છે. પરંતુ
તેનો અમલ થતો નથી માત્ર કાગળ ઊપર જ રહે છે.

No comments:

Post a Comment