વિરમગામ અને મણિનગરના ત્રણ ટીસી દ્વારા ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ વસૂલાયો.
રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને તંત્ર દ્વારા સઘન ચેકગ કરીને પકડવામાં આવે છે. તેમાં અમદાવાદ ડિવિઝનના ત્રણ ટીસી દ્વારા રાજયમાં સૌથ વધુ ટિકિટ વગરના મુસાફરોનું ચેકગ કરી પકડવામાં આવ્યા હતા.
અમદાવાદ ડિવિઝનમાં ત્રણ ટીસી દ્વારા પાંચ કરોડ ૩૬ લાખ દંડ ઊઘરાવવામાં આવ્યો છે. જે માટે રેલવે મેનેજરે તેમનું સન્માન પણ કર્યું હતું.
વિના ટિકિટે મુસાફરી કરવી શોખની સાથે હવે જાણે આદત બનતી જાય છે. જેના કારણે રેલવે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજયભરમાં અમદાવાદ ડિવિઝન આગળ છે. અમદાવાદ ડિવિઝનના ત્રણ રેલવે ટીસી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ રેલવે ટીસીમાં વિરમગામના ટીસી જી.એલ. ગોહેલે રૂપિયા ૭ લાખ ૬૯ હજારનો દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો હતો. જયારે મણિનગર રેલવે સ્ટેશનના ટીસી સાદીસીલ્પે ૭ લાખ ૩૧ હજાર દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો છે. વર્ષ દરમ્યાન આટલો બધો દંડ વસૂલનાર રાજયમાંથી અમદાવાદ ડિવિઝનના આ ત્રણ ટીસી છે. જેમનું રેલવે મેનેજર અશોક ગરૂડે સન્માન કર્યું હતું.
No comments:
Post a Comment