વેકેશનમાં મહિલા કોચની હાલત દયનીય કોચ વધારવા અથવા મોટા કરવા માંગ
દરેક ટ્રેનમાં એક જ મહિલા કોચ આવે છે. અને તે પણ અડધો હોવાથી મહિલાઓએ લટકીને મુસાફરી કરવી પડે છે.
મેમુમાં ત્રણ મહિલા કોચ
રેલવેમાં એક માત્ર મેમુ ટ્રેનજ એવી છે જેમાં ત્રણ મહિલા કોચ આવે છે. પહેલા, છેલ્લાં અને વચ્ચે પણ આ મહિલા કોચ પણ અડધા જ આવે છે. જેથી ત્રણ મહિલા કોચ હોવા છતાં મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં ખાસ કરીને વેકેશનમાં તો આ ટ્રેનમાં વધુ ભીડ રહે છે.
ઊનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ વેકેશન પણ શરૂ થઇ ગયું છે. ત્યારે લોકો ટ્રેન દ્વારા મુસાફરી વધુ કરે છે. તો મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની ટ્રીપ વધારાઇ છે. તો અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છતાં મહિલા કોચની સ્થિતિ યથાવત રહેતા મહિલા ડબ્બામાં વધારો કરવામાં આવે અથવા મોટો કરવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વેકેશન શરૂઆત જ મહિલા ડબ્બામાં ભીડ વધી જાય છે. ઘણી ટ્રેનોમાં તો
મહિલાઓ દરવાજે લટકીને જાય છે. રેલવેની તમામ ટ્રેનોમાંથી એક માત્ર ગુજરાત કિવન ટ્રેન જ એવી છે જેમાં એક આખો ડબ્બો મહિલાઓને આપવામાં આવ્યો છે.
તે સિવાયની તમામ ટ્રેનોમાં મહિલા ડબ્બો અડધો જ હોય છે. જેમાં પણ પાસ હોલ્ડરોની દાદાગીરી હોય છે. માટે સામાન્ય મહિલા મુસાફરે તો બેસવું કયાં તે પ્રશ્ન થઇ જાય છે. તો વળી ઘણી ટ્રેનોમાં મહિલા મુસાફરોની સામે
પાસ હોલ્ડર મહિલા પણ એકલી પડી જાય છે.
રેલવે દ્વારા ઘણી ટ્રેનોમાં વધારાના કોચ મુકાયા છે. પરંતુ આ કોચમાંથી એક પણ વધારાનો કોચ મહિલા માટે
મુકવામાં આવ્યો નથી જેના કારણે ઊનાળા વેકેશન શરૂ થતા જ રોજ અપડાઊન કરતી અને મહિલા માટે પણ મુશ્કેલી વધી ગઇ છે.
No comments:
Post a Comment