છ મહિના અગાઊ ગુજરાત યુનિર્વિસટીએ પરીક્ષા લીધી હતી પણ હજુ સુધી પરિણામ જાહેર નથી કર્યું. ગુજરાત યુનિર્વિસટી દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા માટે લેવાયેલી લેખિત પરીક્ષા છ મહિના જેટલો લાંબો સમય વિત્યો છતાં પરિણામ આવ્યું નથી ત્યાં બીજી તરફ મોટાભાગના વિદ્યાર્થીઓને ગ્રૂપ ડિસ્કશન બાદ ગાઇડ ફાળવી દેવાયા હોવાની ચર્ચા છે. સપ્ટેમ્બર ૧૪ અને ૧૫ના રોજ ગુજરાત યુનિર્વિસટી દ્વારા વિવિધ વિદ્યાશાખામાં પીએચડીમાં પ્રવેશ આપવા માટે એન્ટ્રન્સ એકઝામ લેવાઇ હતી.
જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયાં બે પ્રકારના પ્રશ્નપત્રો પૂછાયા હતા. જેમાં એક પ્રશ્નપત્ર જનરલ નોલેજનું હતું અને બીજું પ્રશ્નપત્ર વિદ્યાર્થી જે વિષયમાં પીએચડીનું એડમિશન લેવા ઈચ્છતો હોય તે વિષયનું હતું. ૩૦ જુદાં જુદાં વિષયો માટે પીએચડીની પરીક્ષા લેવાઇ હતી. શરૂઆતથી જ પીએચડીના પરિણામ જાહેર કરવામાં યુનિર્વિસટી દ્વારા વિલંબ કરાયો હતો. જાણી જોઇને પેપર તપાસવામાં અને તેનું પરિણામ જાહેર કરવામાં વિલંબ કરાયો.
કારણ કે માત્ર બે થી પાંચ ટકા જ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શકે તેવું લાગતું હતું. તેથી જ શિક્ષકો દ્વારા પરિણામ જાહેર કરવામાં વિલંબ કરાયો. ત્યારબાદ ગ્રુપડિસ્કશન અને વાઇવાની પરીક્ષાઓ પણ લેવાઇ તેનું
પરિણામ પણ હજુસુધી આવ્યું.નથી.
આ ગુજરાત યુનિર્વિસટીમાં પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું છ મહિના વિત્યા છતાં પરિણામ જાહેર થયું નથી. જયારે છ મહિનામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનું એક સેમેસ્ટર પૂરં થઇ જાય છે. ગુજરાત યુનિર્વિસટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વિદ્યાર્થીઓને તો પરિણામ આવે તે પહેલા જ પીએચડીના ગાઇડ પણ ફાળવી દેવાયા છે.

No comments:
Post a Comment