Sunday, April 3, 2011

Free and Compulsory Education in Gujarat India - એકટને એક વર્ષ પૂણ

હજુ પણ આ કાયદો કાગળ પર ૨૫ ટકા રિઝર્વેશનમાં કોઇ ખાનગી શાળા ગરીબ બાળકોને લેતી નથી.

કાયદો અમલમાં ન આવવા માટેના જવાબદાર કારણા

૧. ગુજરાત સરકારે કાયદો બનાવ્યા બાદ તેના નોટીફિકેશનમાં જ ૬ થી ૭ મહિના કાઢી દીધા
૨. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ કે જે માટે ગુજરાત સરકારે ખૂબજ લાંબા સમય પહેલા
આયોજન કરવું પડે.
૩. આ કાયદો અમલમાં આવે તો હાલમાં જેટલી શાળાઓ રાજયમાં ચાલે છે. તે ઊપરાંત ૪ થી
૫ હજાર નવી શાળાઓ અને આશરે ૨ લાખ જેવા શિક્ષકોની ભરતી કરવી પડે જે માટે
રાજય સરકારે કોઇ જ નિર્ણય લીધો નથી.
૪. ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ ૨૫ ટકા રિઝર્વેશન છે. જેવી બાબતો હજુ ગરીબ
વાલીઓ સુધી પહાચી નથી.
૫. આ ઊપરાંત વિદેશોમાં ૧ થી ૧૨ ધોરણનું ભણતર મફત છે. તો આપણે અહ ૬ થી ૧૪
વર્ષના બાળકો માટેનું ભણતર મફત શા માટે ૧ થી ૧૮ વર્ષના બાળકોનું ભણતર મફત
કરવું જોઇએ.

ગત વર્ષે ભારત સરકાર દ્વારા ફ્રી એન્ડ કમ્પલસરી રાઇટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૮ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

અધિનિયમને અમલમાં મૂકયા બાદ એક વર્ષ બાદ પણ એવા કોઇ નક્કર પરિણામો દેખાતા નથી. રાજય સરકાર દ્વારા ગોકળ ગાયની ગતિએ કાયાદાને અમલમાં મુકવામાં આવી રહ્યો છે. પણ હજુ સુધી એક પણ ખાનગી શાળામાં ગરીબ બાળકોને એડમિશન મળ્યું નથી.

ઊલ્લેખનીય છે કે કાયદાની જોગવાઇ પ્રમાણે દરેક શાળામાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવી પડે તો બીજી
તરફ રાજય સરકાર દ્વારા હજુ સુધી સરકારી સ્કૂલોમાં વાલીઓની કમિટી બનાવવામાં આવી નથી જે કાયદા પ્રમાણે બનાવવા અનિવાર્ય છે.

ગત ૧લી એપ્રિલ ૨૦૧૧ના રોજ રાજયથી દેશભરમાં દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત ગુણવત્તા સભર પ્રાથમિક શિક્ષણ મળે તેવી જવાબદારી રાજય સરકારને આપવામાં આવી છે. દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી રાજય સરકારની રહેશે આમ રાજયમાં દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટેની માળખાકીય સુવિધાઓ શિક્ષકોની ભરતી કરવી અને દરેક શિક્ષણ મળે છે કે કેમ તેની તપાસ કરવી આ તમામ બાબતોમાં રાજય સરકારની મંદ ગતિ એ આ કાયદાનું ગળું દબાવતી હોય તેવું લાગે છે.

એક અનુમાન પ્રમાણે આ કાયદો અમલમાં મૂકવામાં આવે એટલે રાજયમાં દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકોને શિક્ષણ મલે તેવી વ્યવસ્થા ઉભી કરવી હોય તો આશરે ૨ લાખ જેટાલ શિક્ષકોની ભરીત કરવી પડશે. તેમજ ચારથી પાંચ હજાર નબળી પ્રાથમિક શાળાઓ શરૂ કરવી પડશે.

ઊપરાંત ગ્રાંન્ટેડ અને સરકારી સ્કૂલોમાં કમિટી બનાવવી પડશે, તેમજ દરેક શાળા માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રાજય સરકારે ગ્રાન્ટ ફાળવવી પડશે આ તમામ સુવિધાઓ ઉભી કર્યા બાદ આ કાયદાનો અમલ કરી શકાય  કે રાજય સરકારના વલણથી તો એવું લાગે છે કે રાઇટ ટુ એજયુકેશનના અમલમાં એક
કાયકો નીકળી જશે.

ત્યારે આ માટે આપણે સંપૂર્ણ પણે ગુજરાત સરકારને દોષી માનએ તે યોગ્ય નથી પરંતુ તે માટે વાલીઓ અને ગુજરાત સરકાર બધાએ જાગાૃત થવાની જરૂર છે.

No comments:

Post a Comment