Sunday, April 3, 2011

શાળાઓમાં એડમિશન પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓનાઇન્ટરવ્યૂ નહિ લેવાય

આ વર્ષે વહેલા તે પહેલા અને બાકીની સીટો પર લોટરી પધ્ધતિથી વિદ્યાર્થીઓ લેવાશે અને તેમ ન કરનાર ખાનગી શાળાઓ સામે પગલાં લેવાશે.

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપતા પહેલા વિદ્યાર્થી કે વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. જેના પર ગુજરાત સરકારે પ્રતિબંધ લાદી દીધો છે.

તેમજ શાળાઓને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે શાળાની બેઠકો કરતાં જો વધુ અરજી આવે તો પ્રવેશ પ્રક્રિયા ન્યાયિક રીતે અને પારદર્શક રીતે કરવાની રહેશે.

અરજીઓને લોટરી પધ્ધતિ પ્રમાણે ક્રમ નક્કી કરી બાળકને પ્રવેશ અપાશે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારના સમયમાં વાલીઓ જયારે વિદ્યાર્થીઓને શાળામાં મૂકવા જાય છે. ત્યારે ખાનગી શાળાઓએ પોતાના કેટલાક નિયમો બનાવ્યા છે.અને તે નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓના પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તે બંને આ ઇન્ટરવ્યૂમાં પાસ થાયતો જ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં લેવામાં આવે છે.

આ ઊપરાંત ખાનગી શાળાઓમાં ફીના ધોરણો પણ ઊંચા રહે છે. આથી કેટલાક ગરીબ વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકતા નથી.

આથી આ વર્ષે ગુજરાત સરકારના નવા નિયમો પ્રમાણે ખાનગી શાળાઓમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના આધારે બાળકોને લેવામાં નહિ આવે પરંતુ આ વર્ષની એડમિશન પ્રક્રિયામાં વહેલા તે પહેલાના ક્રમ પ્રમાણે અને પાછળથી વધુ વિદ્યાર્થીઓ લેવાના હશે તો લોટરી પધ્ધતિથી લેવામાં આવશે.

પરંતુ કોઇ સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના એડમિશન ઇન્ટરવ્યૂ આધારે નહિ થાય અને જો કોઇ ખાનગી
શાળા દ્વારા એવું થશે તો તેની ફરિયાદ તે વાલી શિક્ષણ વિભાગમાં કરી શકશે અને શિક્ષણ વિભાગ તે સ્કૂલ સામે સત્વરે પગલાં લેશે.

આ ઊપરાંત કેટલાક ટકા સીટો દરેક ખાનગી શાળાઓમાં એવી રાખવામાં આવશે જેમાં ગરીબ અને હોશિયાર બાળકોની ફી માફ કરવામાં આવશે. અથવા તો ખૂબ જ નજીવી ફી લેવામાં આવશે.

ઊલ્લેખનીય છે કે હજુ ગત વર્ષના નવા નિયમ રાઇટ ટુ કંપલસરી એજયુકેશન એકટ- ૨૦૦૯નો પૂરેપૂરો અમલ થતો નથી ત્યારે આ વર્ષની એડમિશન પ્રક્રિયામાં ખાનગી શાળાઓ આ નવા નિયમનો કેટલો અમલ કરે છે. તે જોવો રહ્યો.

No comments:

Post a Comment