રાજયના કુલ ૧૧૩ તાલુકા મથકોએ સ્વતંત્ર એસટી ડેપો જ નથી.
રાજય સરકાર દ્વારા એસ.ટી.ર્સિવસને સક્ષમ બનાવવા ભારે મથામણ કરી રહી છે. એસ.ટી.ની સીધી હરિફાઇ હાલની સ્થિતિએ ખાનગી વાહન ઓપરેટરો, જીપ અને છકડા સાથે છે. એસ.ટી.ની અનિયમિતતાથી તથા ખડખડ પંચમ બસોથી કંટાળેલો મુસાફર છેવટે ખાનગી વાહનચાલકોના શરણે જાય છે.
મુસાફરોને પાછા એસ.ટી. તરફ વાળવા અવનવા અભિગમો લાવવામાં આવી રહ્યા છે. નવી બસો મૂકવામાં આવે છે. હાથ ઊંચો કરતા બસ ઉભી રહે તેવા નુસ્ખા કરવા પડે છે ત્યારે રાજયમાં ૩૦ સપ્ટેમ્બર-૨૦૧૦ની સ્થિતિએ કુલ ૧૧૩ તાલુકા મથકોએ સ્વતંત્ર એસ.ટી.ડેપો નથી.
માત્ર ૬૨ તાલુકા મથકે એસ.ટી. નિગમ દ્વારા કન્ટ્રોલ પોઇન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સતત ખાનગી વાહન ઓપરેટરો સામેની હરિફાઇમાં ઝઝૂમી રહેલા રાજયના તાલુકા મથકે એસ.ટી. ડેપોની સુવિધા અંગેનો પ્રશ્ન જોડિયાના
ધારાસભ્યએ પૂછતા વાહનવ્યવહાર પ્રધાને લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજયમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ની
સ્થિતિએ કુલ ૧૧૩ તાલુકા મથકોએ સ્વતંત્ર એસ.ટી. ડેપો જ નથી.
વાહનવ્યવહાર પ્રધાને કબૂલ્યું હતું કે એસ.ટી. નિગમની પરિસ્થિતિ કથળેલી છે. આ બાબત લક્ષ્યમાં લેતા તમામ ૧૧૩ સ્થળોએ ડેપો બનાવવાનું અતિશયોકિતભર્યું લાગે છે.
જે શકય પણ નથી પરંતુ ૬૫ તાલુકા મથકોએ એસ.ટી. નિગમ દ્વારા કન્ટ્રોલ પોઇન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે એસ.ટી. નિગમની ર્આિથક પરિસ્થિતિને જોતા નવા ડેપોનું આયોજન કરવું હાલના તબક્કે અશકય છે તેવું જણાવ્યું હતું.
તાલુકા મથકોએ ડેપો ન હોવાથી બસની મરામત, એસ.ટી.ના ડ્રાઇવર-કન્ડકટરોને રાતવાસા દરમિયાન હાડમારી ભોગવવી પડે છે. આમ મેઇન્ટેનન્સના અભાવે એસ.ટી.ની બસો ખડખડ પંચમની જેમ ફરી રહી છે.

No comments:
Post a Comment