Saturday, April 9, 2011

Ahmedabad Civil Hospital - ઊબડખાબડ માર્ગોથી દર્દીઓ પરેશાન




ગેટ નં. ૨ થી ટ્રોમા સેન્ટરનો રોડ ખાડા ટેકરાવાળો, ગટરો ઊભરાય છે.ઊબડખાબડ રોડ પર આ વ્હીલચેર,સ્ટ્રેચર દર્દીને લઇ જનાર સગાને ખૂબજ દુઃખી થવું પડે છ.ટ્રોલી અને સ્ટ્રેચરમાં લઇ જવાતા દર્દીઓની કમર ભાંગી જાય અને દર્દ વધી જાય તેવા રસ્તાઓ.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલમાં ઘણા મોટા- મોટા ઓપરેશનો પણ થયેલા છે અને થાય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ છે.

જેના કારણે દર્દીઓને ખૂબજ હાલાકી ભોગવવી પડે છે અને દર્દીઓના સગાઓને પણ ખૂબજ હેરાન થવું પડે છે. સિવિલની આજુબાજુનો રોડ પણ તૂટી ગયો છે અને રસ્તા પણ ઊબડખાબડ થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલમાં ઘણા મોટા-મોટા ઓપરેશન થયા છે અને થાય પણ છે. ત્યારે નાની-નાની સુવિધાઓમાં પણ જાણે સિવિલમાં દર્દીઓના સગાઓએ રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સિવિલ હોસ્પિટલ કંમ્પાઊન્ડમાં ચારેબાજુ રોડ તૂટી ગયો છે. અને રસ્તા ઊબડખાબડ થઇ ગયા છે.

ગેટ નં. ૨ થી ટ્રોમા સેન્ટરનો રોડ ખાડા ટેકરાવાળો, ગટરો ઊભરાય છે. ગંદુ પાણી આ રોડમાં ભરાય છે. તે જ રીતે ગેટ નં. ૫ જે મેઇન ગેટ અને ખાસ કરીને આ ગેટ પરથી ૧૦૮ એમ્બ્યૂલન્સો દરરોજ ૧૫૦ થી ૨૫૦ની સંખ્યામાં આવજા કરે છે ત્યારે ગેટ નં. ૫ અને ટ્રોમાં સેન્ટરનો રોડ તો દર્દીના હાડકા ભાંગી નાંખે એવો તૂટી ગયેલો છે.

રાજય સરકાર, આરોગ્ય ખાતુ કરોડો રૂપિયા ખર્ચીને હોસ્ટેલો, નવા વોર્ડો, સ્કૂલો બનાવે છે. તો આ રોડ શા માટે નથી બનાવતો જે કોન્ટ્રાકટરને કામ આપેલું છે તેને કહેવામાં આવે તો પણ રોડ બની શકે એમ છે પણ જાણે કોઇના ધ્યાનમાં આ વાત આવતી જ નથી અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ઊલ્લેખનીય છે કે ન્યૂસિવિલ હોસ્પિટલ કમ્પાઊન્ડમાં ચારેબાજુ મેઇનરોડ તૂટી ગયો છે. ખાડા પડી ગયાં છે ૧૦૮
એમ્બ્યૂલન્સ આવે તે રોડ તો દર્દીને વધારે દુઃખી, પીડા ઊપજાવે તેવા છે. તે પણ શકય તેટલા જલ્દી રિપેર થવા જોઇએ. આ દરેક બાબતોની વારંવાર રજૂઆતો થવા છતાં પણ જાણે તંત્ર ભરનદ્રામાં હોય તેવું લાગે
છે.

સિટીસ્કેન કરાવવા, કેન્સર વિભાગમાં જવા કીડની વિભાગમાં જવા, હૃદયરોગ વિભાગમાં જવા તેમજ ટીબી હોસ્પિટલમાં જવા દર્દીને ટ્રોલી અને સ્ટ્રેચરનો ઊપયોગ કરવો પડે છે ત્યારે ઊબડખાબડ રોડ પર આ વ્હીલચેર, સ્ટ્રેચર દર્દીને લઇ જનાર સગાને ખૂબજ દુઃખી થવું પડે છે અને રસ્તા પર લઇ જતાં જ જાણે દર્દીની કમર ભાંગી જાય, શરીરમાં દુઃખાવો વધી જાય એવો અનુભવ આ રોડ પરથી પસાર થતાં થાય છે ત્યારે આ રોડ શકય તેટલો જલ્દી રિપેર થાય તો સારં.

No comments:

Post a Comment