Tuesday, April 12, 2011

Gujarat Vidyapith Ahmedabad - વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા થીસીસ ઓનલાઇન

એમએથી લઇને એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓની તૈયાર કરવામાં આવાલા સંશોધનોના તારણો
ઓનલાઇન ઊપલબ્ધ હશે.

શહેરના આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જાણતાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ વિદ્યાશાખાના વિવિધ વિષયો પર તૈયાર કરવામાં આવતાં સંશાધનો (થીસીસ)ના તારણો ટૂંક સમયમાં ઓનલાઇન મૂકવાની તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા સંશોધનો અને તારણો હવે ઓનલાઇન જોવા મળશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦માં આપણા રાષ્ટ્રપિતા મહાત્માગાંધી દ્વારા કરવામાં આવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠમાં હાલમાં એમએથી લઇને પીએચડી સુધીના વિવિધ વિષયો પરના અભ્યાસક્રમો ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ વિદ્યાશાખામાં જેમાં પત્રકારત્વ હિન્દી, ગુજરાતી, એચઆરપી, ગાંધી દર્શનશાસ્ત્ર, ગ્રંથાલય વિજ્ઞાન, બીએડ્., એમએડ્, એમસીએ સહિતના વિવિધ અભ્યાસક્રમ ચાલે છે.

જેમાં વિવિધ વિદ્યાશાખામાં એમએ અને એમફિલ અને પીએચડીના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમ દરમિયાન સંશોધન નિબંધ (થીસીસ) તૈયાર કરવાનો હોય છે.

હવે ગૂજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓ દ્વારા હવે ગૂજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ વિદ્યાર્થીઓની થીસીસીના તારણો મૂકવામાં આવશે તેવું સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

No comments:

Post a Comment