Wednesday, April 27, 2011

Gujarat Summer News 2011 - ઠંડક આપતો આઇસ્ક્રીમ પણ માઘો

આઇસ્ક્રીમનું ઊત્પાદન કરતી કંપનીઓએ ગત વર્ષ કરતાં દરેક ફલેવરમાં ૧૦થી૨૦ ટકાનો ભાવ વધારો કર્યો.

‘આઈસ્ક્રીમ કોન’ના ભાવમાં પણ વધારો.

આઈસ્ક્રીમની સાથે સાથે નાના બાળકોનો ફેવરીટ એવો આઈસ્ક્રીમ કોન પણ માઘો બન્યો છે. ગત વર્ષ સુધી ૮થી૧૦ રૂપિયામાં વેચાતો ઓરેન્જ આઈસ્ક્રીમ કોનના ભાવમાં આવર્ષે વધારો થતા ૧૨ થી ૧૫ રૂપિયા થયો છે. અને તે પણ આઈસ્ક્રીમમના એક ‘ગુલ્લા’ સાથેનો જો આખી ડિશ આઈસ્ક્રિમ કોનમાં ભરાવી હોય તો તેનો ડબલ ભાવ આવવો પડે છે.

આમાં પણ ફલેવર પ્રમાણે ભાવ વધઘટ થાય છે. હવે બાળક જીદ કરે તો પણ માતા-પિતા એ આઈસ્ક્રીમ કોન અપાવતા વિચાર કરવો પડે તેવો સમય આવી ગયો છે.

વેનીલા ફલેવરમાં પણ ભાવ વધ્યો હતો. અન્ય ફલેવરના કપમાં અને ફેમિલી પેકમાં ભાવ ડબલ, એક ફેમિલી પેક સાથે અપાતી એક ફેમિલી પેકની સ્કિમ પણ બંધ.

ઊનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળળવા ઠંડાપીણાની માંગમાં વધારો થયો છે. તો આ વર્ષે આઈસ્ક્રીમ
પણ માઘો બન્યો છે. ઊનાળો શરૂ થતા જ આઈસ્ક્રીમની માંગમાં ઊછાળો આવ્યો છે. તો વળી કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતી સ્કિમમાં પણ કાપ મુકવામાં આવ્યો છે.

આઈસ્ક્રીમ નાના બાળકોથી લઇને મોટી વયના લોકો માટે પણ ફેવરીટ હોય છે. તેમાંય વળી ઊનાળામાં ઠંડક
મેળવવા લોકો આઈસ્ક્રીમનો ઊપયોગ વધુ કરે છે. રાત્રે લટાર મારવા નીકળે અને આઈસ્ક્રીમ ખાઇ લે તો વળી કોઇ મહેમાન આવે તો પણ તે લોકો માટે આઈસ્ક્રીમ મંગાચવાય છે.

ઊનાળાના ત્રણ-ચાર મહિના દરમ્યાન આઈસ્ક્રીમમનો ઊપયોગ વધુ થાય છે. તેને કારણે આ વર્ષે તમામ બ્રાન્ડેડ કંપનીઓએ ફલેવર મુજબ આઈસ્ક્રીમના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો કર્યો છે.

આઈસ્ક્રીમની બ્રાન્ડેડ કંપનીઓ નીતનવી વેરાયટી બજારમાં મૂકે છે. ઊનચાળા દરમ્યાન અનેક ફલેવરના આઈસ્ક્રીમ લોકો મોજથી ખાય છે.

જેના કારણે વીક્રેતાઓ મનગમતો ભાવ લે છે. આઇસ્ક્રિમના કપ જે ૧૫ રૂપિયામાં મળતા હતા તે ફેવરિટ પ્રમાણે ૨૫, ૨૨ અને ૨૫ રૂપિ થઇ ગયા છે.

તેવી જ રીતે વેનીલા આઈસ્ક્રીમ જે ઓલ્ટાઇમ લોકોને ળેપરીટ હોય છે. તેનો ભાવ ૧૦ રૂપિયા હતો તે સીધો ૧૫ રૂપિયા થઇ ગયો છે. તો વળી સન્ડે, કિસમીસ,ટૂટીફ્રૂટી, ડ્રાઇફ્રુટ, કેસરપિસ્તા, બદામ, ગુલાબ જેવા કોમન
આઈસ્ક્રીમના ભાવમાં પણ ૧૦ થી ૧૨ રૂપિયાનો વધારો થયો છે.

જે આઈસ્ક્રીમનું એક ગુલ્લુ એટલે કે અડધી ડિશ ૧૦ રૂપિયાની મળતી હતી તે જ ગુલ્લાનો ભાવ ૧૫ રૂપિયા અને
આખી ડિશના ૩૦ રૂપિયા થઇ ગયો છે.

જયારે બીજી બાજુ ફેમિલિ પેકના ભાવમાં પણ ૧૦ થી ૨૦ ટકાનો વધારો ઝકાયો છે. સામાન્ય રીતે મહેમાન આવે કે વેકેશનમાં બાળકો ભેગા થાય તો આઈસ્ક્રીમનું ફેમીલિપેક લોકોની પ્રથમ પસંદ રહેતી હતી. સાદા આઈસ્ક્રીમના પેકના ૭૦ થી ૮૦ રૂપિયા ચાલતા હતા. તેનો ભાવ ૧૦૦ અને ૧૧૦ થઇ ગયો છે. તો વલી અલગ-અલગ ફલેવરના આઇસ્ક્રિમ પેકના ભાવમાં પણ વધારો ઝકાયો છે.

૧૫૦ થી ૨૦૦ સુધીના ફેમિલી પેક મળતા થયા છે તો એક પેક પર એક પેક ફ્રી મળતું હતું તે સ્કિમ વેપારીઓ બંધ
કરી દીધી છે. જેથી જે ગ્રાહકો ૧૦૦ થી ૧૧૦માં બે ફેમિલીપેક મળતા હતા તેમને હવે માત્ર એક જ ફેમિલીપેક મળે
છે. આમ હવે ઊનાળાની ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રિમના ભાવમાં પણ વધારો થતા હવે આઇસ્ક્રિમ ખાવો
માઘો પડશે.

No comments:

Post a Comment