Saturday, April 23, 2011

Gujarat Summer News 2011 - સિઝનેબલ ફળ ના ભાવમાં વધારો

તરબૂચ-ચીકુ સિવાયના ફ્રૂટ માઘા થયા ઃ આ વર્ષે તમામ ફળોના ભાવમાં ૨૦-૩૦ ટકા વધી ગયા છે.

મુંબઇ-રત્નાગીરીની હાફુસની આવકમાં વધારો - કેસરની આવક ખૂબ ઓછી.

ફળોના રાજા ગણાતી કેરીની આવક શહેરમાં હાલ ખૂબ ઓછી છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કેરીની
આવક પુષ્કળ પ્રમાણમાં હતી. આ વર્ષે કેસર કેરી ની આવક ખૂબ ઓછી છે અને જે કેરી છે તે પણ રત્નાગીરી
અને મુંબઇની હાફૂસ કેરી જ છે.

શહેરમાં કેરીના ભાવ ૧૫૦ થી ૩૦૦ સુધીના છે. કેરીની આવકમાં વધારો થતા હજુ ૧૫ દિવસ લાગશે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવો પણ ઊંચા રહેશે ૬૦ ટકા જેટલો પાક ઓછો થવાથી ભાવ વધારો થયો છે.

કાળી-લીલી દ્રાક્ષના ભાવ વધારો તો ઓછી આવકના કારણે સિઝન વહેલી જશે તો સફરજનની આવક બંધ.

ઊનાળામાં તડકાથી બચવા અને ગરમીમાં રાહત મેળવવા માટે વધારે પડતા લોકો ફ્રૂટનો સહારો લેતા હોય છે. પરંતુ ગત વર્ષ કરતાં આવર્ષે તમામ ફળોના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધી ગયા છે. ચીકુ અને તરબૂચના જ ભાવ નીચા છે.

તે સિવાય સિઝનલ તમામ વસ્તુના ભાવો ઊંચા નાધાઇ રહ્યા છે. શહેરમાં માંગ પ્રમાણે જથ્થો પૂરતો ન થતા ભાવ આસમાને પહાચ્યા છે.

શહેરમાં હાલ કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, પાઇનેપલ,ટેટી સહિતના ફળોની આવક થઇ રહી છે. ૨૪ થી ૩૦ રૂપિયાના ડઝન કેળા વેચાઇ રહ્યા છે. જેની આવક ગુજરાતમાં જ અંકલેશ્વર અને ધરમપુરમાંથી થાય છે ગત વર્ષે આ સીઝનમાં ૧૨ થી ૧૫ રૂપિયાના ભાવે કેળા મળતા હતાં.

તો વળી બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા લોકો કાળી અને લીલી દ્રાક્ષ પણ ખુબ ખવાતી હોય છે. અને તે નીચા ભાવે મળતી હોય છે. પરંતુ તેના ભાવ પણ આ વર્ષે ૭૦થી૮૦ રૂપિયા થઇ ગયા છે. તો દ્રાક્ષની સીઝન પણ આ વર્ષે પહેલી પૂરી થઇ ગઇ છે. જેથી તેની આવકમાં પણ ઘટાડો નાધાયો છે. નાસીક સીવાય કોઇ જ જગ્યાએથી હાલમાં દ્રાક્ષ આવતી નથી.

જયારે ઊનાળામાં તાપથી બચવા જયૂસ પીવા પણ પોષાય તેમ નથી માસબીનો ભાવ ૪૫ થી ૫૦ રૂપિયા ચાલે છે. જે મદ્રાસ અને ઔરંગાબાદથી આવે છે. તો નાગપુરથી આવતા સંતરા ના ભાવ ૬૦ રૂપિયા ચાલે છે. તો વળી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ઊત્તમ ગણાતુ ફળ સફરજન તો ભારત બહરાથી જ આવી રહ્યા છે. જેથી તેના ભાવ ૧૨૫
રૂપિયા બોલાય છે. જયારે પાઇનેપલના ભાવ પણ છેલ્લાં સપ્તાહ દરમ્યાન ડબલ થઇ ગયા છે. ૧૫ રૂપિયાની જગ્યાએ પાઇનેપલ ૩૦ રૂપિયે મળતું થયું છે.

આ વર્ષે પડેલા અનિયમિત વરસાદના કારણે દરેક ફળના પાક પર તેની અસર જોવા મળી છે. જેના કારણે શહેરમાં મળતા ફ્રૂટના જયૂસ પણ માધા થઇ ગયા છે. ૧૫ રૂપિયાનો ગ્લાસ ૨૦ અને ૨૦ રૂપિયાના ૨૫ થઇ ગયા છે. જેથી આ વર્ષે ઊનાળામાં ફ્રૂટના જયૂસ પીવા પણ માઘા પડશે.

No comments:

Post a Comment