Saturday, April 9, 2011

ખાનગીકરણના મુદ્દે સરકાર અને આઇઆઇએમએ આમને-સામને


દેશની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વભરમાં નામના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ને બદલાવના નામે ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકાર પડદાં પાછળ રમત રમી રહી છે જેમાં દેશની તમામ ૮
આઇઆઇએમને આઇઆઇએમ રિફોર્મના નામે ખાનગીકરણ કરવાની વાતને આઇઆઇએમ અમદાવાદ સહિત અન્ય આઇઆઇએમની ફેકલ્ટીઓએ વખોડી કાઢી છે.

ભારત સરકારે થોડા દિવસો પહેલાં આઇઆઇએમ રિફોર્મના નામે એક પ્રસ્તાવ મૂકયો હતો જેમાં માત્ર રિફોર્મના નામે આઇઆઇએમને ખાનગી કંપનીઓના હાથે સાપીને તેમની પાસે ડોનેશનના નામે કરોડો રૂપિયા લેવાનો પ્રસ્તાવ મૂકયો હતો. પણ અભ્યાસકો આ પ્રથમ પ્રયાસને ખાનગીકરણ તરફ લઇ જવાની દિશા ગણી રહ્યાં છે. તેથી તેનો પૂરજોશમાં વિરોધ થઇ રહ્યો છે. ભારત સરકારના માનવસંશાધન મંત્રી કપિલ
સિબ્બલે જે રીતે શિક્ષણમાં પીપીપીની પદ્ધતિ અપનાવીને સરકારી શાળા-કોલેજોની જમીનો કોર્પોરેટ ગાૃહોને પધરાવી દેવાનું એક મોટુ ષડયંત્ર રચ્યું હોવાના વારંવાર આક્ષેપો લાગ્યા છે. પછી હવે આઇઆઇએમને પ્રાઇવેટ કરીને પ્રાપ્ત સંસ્થાને પતાવી દેવાની પેરવી આઇઆઇએમની ફેકલ્ટીઓ સાંખી નહિ લે.

કપિલ સિબ્બલ દ્વારા બનાવવામાં આવેલી એક કમિટિએ આઇઆઇએમમાં રિફોર્મ કરવાના બદલામાં એવી માંગણી કરી કે જે ખાનગી કંપની આઇઆઇએમને ૨૦ કરોડનું દાન આપે તે આઇઆઇએમની મેનેજગ સોસાયટીમાં બેઠકો આપો આથી આઇઆઇએમ ફેકલ્ટીઓનો વિરોધ છે કે આમ કરવાથી આઇઆઇએમના સંચાલનની સંસ્થા ખાનગી કોર્પોરેટ ગાૃહનાં હાથમાં જતી રહેશે.

ઊપરાંત જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આઇઆઇએમને ૫ કરોડ રૂપિયાનું દાન આપે તેને પણ મેનેજગ સોસાયટીમાં સીટ આપવાની દરખાસ્ત કરાઇ છે. આમ ભાર્ગવ ચેનલની દરખાસ્ત કરાઇ છે. આમ ભાર્ગવ ચેનલની દરખાસ્તો આઇઆઇએમને ખાનગીકરણ તરફ લઇ જશે તેથી આઇઆઇએમ અમદાવાદ અને કલકત્તા તેની સામે ખૂબ વિરોધ નાધાવશે તેવું સૂત્રો જણાવે છે.

No comments:

Post a Comment